ETV Bharat / state

Banaskantha Unseasonal Rain: ધાનેરાના વાછોલ ગામમાં કમોસમી વરસાદથી બાજરીના પાકને નુકસાન

author img

By

Published : May 7, 2023, 3:45 PM IST

કમોસમી વરસાદથી બનાસકાંઠા જિલ્લા અને રાજસ્થાનને અડીને આવેલ ધાનેરા તાલુકાના વાછોલ ગામમાં પવન સાથે પડેલા ભારે વરસાદને લઈ બાજરીના પાકમાં મોટુ નુકસાન થયું હતું. સરકાર તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઇ ખેડૂતોને થયેલ નુકસાન અંગે સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

banaskantha-unseasonal-rain-bajra-crop-damaged-by-unseasonal-rain-in-wachhol-village-of-dhanera
banaskantha-unseasonal-rain-bajra-crop-damaged-by-unseasonal-rain-in-wachhol-village-of-dhanera

કમોસમી વરસાદથી બાજરીના પાકને નુકસાન

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર પ્રકોપ વર્ષાવી રહી હોય તેમ એક બાદ એક જિલ્લાના ખેડૂતોને વરસાદથી નુકસાન થઈ રહ્યું છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતો આ વર્ષે વરસાદના કારણે પાયમલ બન્યા છે. તાજેતરમાં જ હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદથી મોટાભાગના ગામોમાં બાજરી-ગવાર સહિતના પાકોમાં મોટો નુકસાન થયું છે.

વરસાદથી તારાજી: આ તમામ પરિસ્થિતિનો ચિતાર જાણવા માટે આજે ETV ની ટીમ સરહદી વિસ્તારની મુલાકાતે પહોંચી હતી. જેમાં બનાસકાંઠા અને રાજસ્થાનને અડીને આવેલું ધાનેરા તાલુકાનું છેવાડાનું ગામ વાછોલ ખાતે વરસાદથી થયેલ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાછોલ ગામમાં મોટાભાગના ખેડૂતો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે પરંતુ આ વર્ષે સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે.

બાજરીના પાકને ભારે નુકસાન: આ બાબતે વાછોલ ગામના ખેડૂત વજાભાઈ માળીએ જણાવ્યું હતું કે વ્યાજે નાણા લાવીને ખેતી કરી હતી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાને કમર ભાગી નાખી છે. વાવાઝોડા સાથે પડેલા વરસાદથી બાજરીના ઉભા થયું છે. સરકારને વિનંતી છે કે સત્વરે સર્વે કરીને નુકસાનીનું વળતર ચુકવવામાં આવે. સતત એક દિવસ સુધી પડેલા ભારે પવન સાથે વરસાદના કારણે આ વિસ્તારમાં 90 ટકાથી પણ વધુ બાજરીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે.

Weather Update Today: આગામી 24 કલાક દરમિયાન હિમાલય પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Crop Damage Survey : કમોસમી વરસાદના નુકસાનનો સર્વે પૂર્ણ, 15 જિલ્લામાં પાક નુકસાની સર્વે અને સહાય વિશે જાણો

તંત્રને અપીલ: વાછોલ ગામના સરપંચ નરસિંહભાઈએ જણાવ્યું હતું કે ગામમાં વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો નથી. ખેતીવાડી અધિકારી કહી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં માત્ર સરહદી વિસ્તારમાં નુકસાન થયું છે ત્યારે અમારા ત્યાં થયેલા નુકસાન જાતમાહિતી મેળવવામાં આવે. તેઓએ માંગકરી છે કે સત્વરે ખેડૂતોને ખેતરમાં સર્વે થઈને સહાય આપવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.