ETV Bharat / state

Crop Damage Survey : કમોસમી વરસાદના નુકસાનનો સર્વે પૂર્ણ, 15 જિલ્લામાં પાક નુકસાની સર્વે અને સહાય વિશે જાણો

author img

By

Published : Apr 5, 2023, 6:59 PM IST

Crop Damage Survey : કમોસમી વરસાદના નુકસાનનો સર્વે પૂર્ણ, 15 જિલ્લામાં પાક નુકસાની સર્વે અને સહાય વિશે જાણો
Crop Damage Survey : કમોસમી વરસાદના નુકસાનનો સર્વે પૂર્ણ, 15 જિલ્લામાં પાક નુકસાની સર્વે અને સહાય વિશે જાણો

ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકમાં થયેલા નુકશાનના સર્વે માટે 565 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા પાક નુકસાનીની વિગતવાર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાની જાણકારી પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે આપી હતી.

ગાંધીનગર : ગત માસમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી અને તેને લઇને પાક નુકસાની સર્વે ઝડપથી કરાવવા માગણી કરવામાં આવી હતી. ત્યારે પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 15 જિલ્લાના 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યભરમાં આ કામગીરી માટે પાકમાં થયેલા નુકશાનના સર્વે માટે 565 ટીમો સર્વે કર્યો છે. જ્યારે વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનના સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

કેબિનેટ બેઠકમાં ચર્ચા : કમોસમી વરસાદથી નુકસાન રાજ્યમાં ખેતીના નુકસાનની વિગતો જોઇએ તો 42,210 હેક્ટર જેટલો વિસ્તાર એવો છે જેમાં 33 ટકા કે તેથી વધુ નુકશાન જોવા મળ્યું છે.ંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાx રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌.

આ પણ વાંચો Kutch Farmers Woe : ઘઉં રાયડો ને એરંડો હંધુય પાણીમાં, ખેડૂતોની વ્યથાનો પાર નહીં બાપલ્યા

બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો : ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું હોવાના અહેવાલો મળ્યા હતાં. પાક નુકશાની અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લા તંત્ર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકશાન સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

સહાય ચૂકવવાની વિચારણા : ઋષિકેશ પટેલે વધુમાં પાક નુકસાની સર્વેની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ 15 જિલ્લાના કુલ 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં, ખેતીપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 1,83,121 હેક્ટર અને બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેક્ટર છે. સર્વેની વિગતો અનુસાર 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે. જેમાં 30,895 હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને બાગાયતી ફળપાકોનો નુકશાનગ્રસ્ત વિસ્તાર 11,315 હેક્ટર છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણે બગાડી ખેડૂતોની મહેનત, પાકને નુકસાન

કમોસમી વરસાદની માહિતી : ઉલ્લેખનીય છે કે, ગત તા. 4-3-2023 થી 24-3-2023 સુધીમાં રાજ્યના 30 જિલ્લાના 198 તાલુકામાં 1 મીલીમીટરથી 47 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાંના 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિલીમીટરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેતી પાકને નુકસાનના મોટી સંખ્યામાં અહેવાલ બહાર આવ્યાં હતાં જેની રજૂઆતોના પગલે સરકારે આ કામગીરી કરાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.