ETV Bharat / state

ડીસાના માણેકપુરામાં અલ્પેશ ઠાકોરના હસ્તે ગ્રામ સચિવાલયનું ઉદ્ધાટન

author img

By

Published : Sep 14, 2019, 10:19 PM IST

ડીસાઃ સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના હિતને લગતા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર રાજ્યમાં પ્રગતિ થાય તેવા મહત્વલક્ષી કામો કરી રહી છે, ત્યારે ડીસાના માણેકપુરા ગામે શનિવારે ગ્રામ સચિવાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સચિવાલયનું ઉદ્ધાટન પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

અલ્પેશ ઠાકોરના હસ્તે માણેકપુરા ગ્રામ સચિવાલયનું ઉદ્ધાટન

ગ્રામ સચિવાલયના શુભારંભ કાર્યક્રમમાં પાણના સાંસદ ભરતસિંહ ડાભી, ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. તે ઉપરાંત આ મહાનુભાવો દ્વારા ગ્રામ સચિવાલયમાં વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ બચાવવા માટેની અપિલ કરી હતી. 14.50 લાખના ખર્ચે તૈયાર થયેલી ગ્રામ સચિવાલયની શરૂઆત થતાં હવે ગામના લોકોના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવશે તેમજ સત્તાધીશો પણ ગામની સમસ્યાઓને હલ કરવામાં પૂરેપૂરું યોગદાન આપશે તેમ પાટણના સાંસદે જણાવ્યું હતું.

અલ્પેશ ઠાકોરના હસ્તે માણેકપુરા ગ્રામ સચિવાલયનું ઉદ્ધાટન
Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન..ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.14 09 2019

સ્લગ.......ડીસા તાલુકાના માણેકપુરા ગામે અલ્પેશ ઠાકોર ના વરદ હસ્તે ગ્રામ સચિવલયનું ઉદ્ઘાટન કરાયું

એન્કર... આજરોજ ડીસા તાલુકા ના માણેકપુરા ગામે પાટણ ના સાંસદ ભરતસિંહ ડાભી અને રાધાનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના વરદ હસ્તે ગ્રામસચિવાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Body:વિઓ....બનાસકાંઠામાં ડીસા તાલુકાના માણેકપુરા ગામે આજે ગ્રામ સચિવાલય નો શુભારંભ કરવામાં આવ્યો હતો પાટણના સાંસદ ભરતસિંહ ડાભી ,ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે આ ગ્રામ સચિવાલય નું રીબિન કાપી શુભારંભ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાજર રહેલા મહાનુભાવોએ ગ્રામ સચિવાલયમાં વૃક્ષારોપણ કરી લોકોને પર્યાવરણ બચાવવા માટેની અપીલ પણ કરી હતી 14.50 લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ સચિવાલય ની શરૂઆત થતા હવે ગામના લોકો ના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવશે તેમજ સત્તાધિશો પણ ગામની સમસ્યાઓને હલ કરવામાં પૂરેપૂરું યોગદાન આપશે તેમ પાટણના સાંસદે જણાવ્યું હતું......

બાઈટ......ભરતસિંહ ડાભી, સંસદસભ્ય , પાટણ

( નવું ગ્રામ સચિવાલય બનતા લોકો ના પ્રશ્નો હલ થશે )

બાઈટ....અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય, પાટણ

( ગ્રામ સચિવાલય બનતા સત્તાધીશો હવે ગામની સમસ્યાઓ હલ કરવામાં પૂરેપૂરું યોગદાન આપશે )Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.