ETV Bharat / state

અરવલ્લીના શામળાજી મંદિર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણમાં દાન આપ્યુ

author img

By

Published : Jan 16, 2021, 10:44 AM IST

અરવલ્લી જિલ્લા રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ દ્વારા 15 જાન્યુઆરીથી માધપૂર્ણિમા 27 ફેબ્રુઆરી 2021 સુધી રામ જન્મભૂમિ નિર્માણ રાષ્ટ્રીય સ્વભિમાન પુનઃપ્રતિષ્ઠાના ભાગ રૂપે જિલ્લાના દરેક ગામના પ્રત્યેક ઘરમાં જઈ ફાળો એકત્ર કરવાનું લક્ષ છે. જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ટ્રસ્ટે ભવ્ય રામ મંદિર નિર્માણ અર્થે રૂ.5.51 લાખનું દાન આપ્યું હતું.

અરવલ્લીના શામળાજી મંદિર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણમાં દાન આપ્યુ
અરવલ્લીના શામળાજી મંદિર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણમાં દાન આપ્યુ

  • રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા ફાળો એકત્ર કરવાનું લક્ષ
  • શામળાજી મંદિર ટ્રસ્ટે ભવ્ય રામ મંદિર નિર્માણ અર્થે રૂ.5.51 લાખનું દાન આપ્યું
  • 13 કરોડથી વધુ પરિવારોનાં 65 કરોડ હિન્દુઓનું સંપર્ક કરવામાં આવશે

અરવલ્લી : રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ દ્વારા 15 જાન્યુઆરી થી માધપૂર્ણિમા 27 ફેબ્રુઆરી 2021 સુધી રામ જન્મભૂમિ નિર્માણ રાષ્ટ્રીય સ્વભિમાન પુનઃપ્રતિષ્ઠા ના ભાગ રૂપે જિલ્લાના દરેક ગામના પ્રત્યેક ઘરમાં જઈ ફાળો એકત્ર કરવાનું લક્ષ છે. જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ટ્રસ્ટે ભવ્ય રામ મંદિર નિર્માણ અર્થે રૂ.5.51 લાખનું દાન આપ્યું હતું. આ પ્રસંગે શામળાજી મંદિર પરિસરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના કાર્યકરો તેમજ મંદિર ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લીના શામળાજી મંદિર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણમાં દાન આપ્યુ
સમિતિએ રૂ. 25 લાખનું દાન આપી અભિયાનનો પ્રારંભ કર્યો

શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ સમર્પણ સમિતિ દ્રારા રૂ. 25 લાખનું દાન આપી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિનો લક્ષ છે કે, 10 લાખ ટોળી અને 40 લાખ કાર્યકરો થકી દેશભરના 5,23,395 ગામડાઓમાં 13 કરોડથી વધુ પરિવારોનાં 65 કરોડ હિન્દુઓનું સંપર્ક કરવામાં આવશે. જે વૈશ્વિક ઇતિહાસનો સૌથી મોટું સંપર્ક અભિયાન હશે. જ્યારે ગુજરાત ના 18556 ગામોમાંથી પ્રત્યેક ગામડાઓમાં આ અભિયાન ચલાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.