ETV Bharat / state

અરવલ્લીના ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી, શું છે ખેડૂતોની મજબુરી?

author img

By

Published : Nov 24, 2019, 12:52 AM IST

અરવલ્લીઃ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી. જેમાં ટેકાના ભાવે વેચાયેલ મગફળીના નાણાની ચુકવણી 1 માસ બાદ કરવામાં આવતા ખેડૂતો ખુલ્લા બજારમાં નીચા ભાવે મગફળીનું વેચાણ કરવા મજબુર બન્યા હતા.

અરવલ્લીના ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી,

સમગ્ર રાજ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી અને વેચાયેલી મગફળીના નાણાંની ચુકવણી 1 માસ બાદ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમા મુકાયા હતા. એક બાજૂ રવિ પાકની સીઝનની વાવણી માટે પૈસાની જરુરિયાત ઉભી થતા ખેડૂતો માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા મજબુર બન્યા હતા. માર્કેટના વેપારીઓ પણ ખેડૂતોની મજબુરીનો લાભ ઉઠાવી મણે 250 થી 300 રૂપિયા ઓછા આપી રહ્યા હતા. ખેડૂતોને મગફળીના મણે 750 થી 800 અને 850 સુધીના ભાવ આપતા ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો હતો.

અરવલ્લીના ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી,
જ્યારે ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો ખરીદ કેન્દ્રમાં જાય છે, ત્યારે વેપારીઓ કોઈને કોઈ બહાના બતાવતા હોય છે. જેમ કે, મગફળીના છેડે દાંડી છે, હવા વધુ છે તેમ કોઈને કોઈ બહાને ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી દેવામાં આવતી હતી. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ખેડૂતે ખરીદ કેન્દ્રમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
Intro:ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી કેમ વેચી રહ્યા છે અરવલ્લી ના ખેડૂતો ?

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે . જોકે ટેકાના ભાવે વેચાયેલ મગફળી ના નાણાંની ચુકવણી ઓછામાં ઓછા એક માસ બાદ કરવામાં આવતા ખેડૂતો ખુલ્લા બજારમાં નીચા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે.


Body:એક બાજુ રવી સીઝનની વાવણી માટે રૂપિયાની જરુરિયાત ઉભી થતા ખેડૂતો માર્કેટયાર્ડમાં મગફળી વેચવા મજબૂર બનતા માર્કેટના વેપારીઓ પણ ખેડૂતોને મજબૂરીનો લાભ ઉઠાવી મળે 250 થી 300 રૂપિયા ઓછા આપી રહ્યા છે . ખેડૂતો પાસેથી મગફળી મણે 750 થી 800 અને 850 સુધીમાં ખરીદી કરતા ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે

જ્યારે ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો ખરીદ કેન્દ્ર માં જાય છે ત્યારે મગફળીના છેડે દાંડી છે , હવા વધુ છે તેમ કોઈને કોઈ બહાને ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે . અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ખેડૂતે ખરીદ કેન્દ્ર ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો

બાઈટ દુલાભાઈ ખેડૂત

બાઈટ દિપક પટેલ ખેડૂત

પિટુસી


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.