ETV Bharat / state

કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા

author img

By

Published : Apr 17, 2021, 11:09 AM IST

મોડાસાના સ્મશાન ગૃહની જાળવણી તેમજ લાકડા પુરા પાડવાનો કોંટ્રાક્ટ એક 71 વર્ષીય મુસ્લિમ ચાચા નિભાવી રહ્યા છે. ચાચા દિવસ કે રાત જોયા વિના સ્મશાનમાં હાજર થઇ લાકડા તેમજ અંતિમક્રિયામાં જોઇતી અન્ય વસ્તુઓ પુરી પાડે છે. વધમાં, રોઝો રાખીને પણ અબ્દુલ રહેમાન ચાચા તેમનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.

કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા
કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા

  • કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા
  • ચાચા રમઝાનના રોઝા દરમિયાન સ્મશાન ગૃહમાં કર્તવ્ય નિભાવી રહ્યા છે
  • અબ્દુલ રહેમાન ચાચાના પરિવારજનોએ તેમને હંમશા પ્રોત્સાહન આપ્યું

અરવલ્લી: મોડાસામાં કોરોના વાઇરસથી થયેલા દર્દીઓના મૃત્યુ બાદ અંતિમક્રિયા શહેરના સ્મશાન ગૃહમાં કરવામાં આવે છે. મહત્વ ની વાત એ છે કે, આ સ્મશાન ગૃહની જાળવણી તેમજ લાકડા પુરા પાડવાનો કોંટ્રાક્ટ એક મુસ્લિમ ચાચા નિભાવી રહ્યા છે. જેઓ કોરોના જેવી પરિસ્થિતિમાં રાત-દિવસ ગમે ત્યારે, આવીને અંતિમક્રિયા માટે લાકડા પુરા પાડે છે અને અગ્નિદાહ અપાય ત્યાં સુધી હાજર રહે છે.

કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા
કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા

આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ અને 94 મોત નોંધાયા

71 વર્ષની ઉમંરે પણ થાક્યા વગર કામ કરે છે ચાચા

વિશ્વમાં 1 વર્ષ કરતા પણ વધારે સમયથી કોરોનાની મહામારીએ દુનિયાને હચમચાવી મુકી છે. ત્યારે, કોરોનાએ અસંખ્ય લોકોનો ભોગ લીધો છે. અરવલ્લી જિલ્લામાં પણ કેટલાય દર્દીઓ આ મહામારીમાં કાળનો કોળીયો બન્યા છે. આવા કપરા સમયે જિલ્લાના મોડાસામાં આવેલ સ્મશાન ગૃહમાં અબ્દુલ રહેમાન ચાચા અવિરત સેવા આપી રહ્યા છે. છેલ્લા, 10 વર્ષથી અબ્દુલ રહેમાન ચાચા આ સ્મશાન ગૃહમાં જાળવણી તેમજ લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના સગાઓ જ્યારે, પણ ચાચાને બોલાવે ત્યારે 71 વર્ષની ઉમંરે પણ દિવસ કે રાત જોયા વિના સ્મશાનમાં હાજર થઇ લાક્ડા તેમજ અંતિમક્રિયામાં જોઇતી અન્ય વસ્તુઓ પુરી પાડે છે.

કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા
કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા

પરિવારજનોનું પ્રોત્સાહન

કોરોનાની મહામારી અને તેમાં પણ આ બિમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની અંતિમક્રિયામાં હાજર રહેવુ તે ચાચા માટે અઘરૂં તો છે જ પણ સાથે સાથે પરિવારજનો માટે પણ ચીંતાનો વિષય બની જાય છે. જોકે, તેમના પરિવારજનોએ તેમને હંમશા પ્રોત્સાહન જ આપ્યુ છે. હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. પરંતુ, રોઝો રાખીને પણ અબ્દુલ રહેમાન ચાચા તેમનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.

કોરોનાની મહામારીમાં સ્મશાનમાં ખડેપગે સેવા આપી રહ્યા છે મોડાસાના એક મુસ્લિમ ચાચા

આ પણ વાંચો: કોરોનાને કારણે થયેલા મોતના સરકારી આંકડા અને સ્મશાનમાં અંતિમવિધિ થયેલા મૃતદેહોની સંખ્યા વચ્ચે તફાવત કેમ?

જાતે પણ મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા

કેટલીક વખત કોરોનાની બિમારીથી ગભરાઇને ,મૃતકોના સ્વજનો પણ સ્મશાનમાં આવવાનું ટાળે છે. ત્યારે, આ સમયે અબ્દુલ રહેમાન ચાચાએ જાતે અંતિમક્રિયા કરી મોતનો મલાજો જાળવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.