ETV Bharat / state

માગાસર સુદ પૂનમના દર્શન માટે શામળાજી મંદિરે ભક્તોની ભીડ

author img

By

Published : Dec 30, 2020, 3:56 PM IST

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે માગસર સુદ પૂનમને લઈ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા. કોરોના અંતર્ગત નિયમોના પાલન સાથે ભક્તોને દર્શન કરવા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Breaking News

  • માગાસર સુદ પૂનમના દર્શન કરવા માટે ભક્તો શામળાજી મંદિરે ઉમટ્યા
  • કોરોના અંતર્ગત નિયમોના પાલન સાથે ભક્તોને દર્શન કરવા પ્રવેશ
  • શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા

અરવલ્લીઃ કોરોના કાળ બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે માગસર સુદ પૂનમને લઈ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા. શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. કોરોના અંતર્ગત નિયમોના પાલન સાથે ભક્તોને દર્શન કરવા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો પહોંચ્યા

શામળાજીમાં ભગવાન કૃષ્ણના દર્શન કરવાનું અનેરૂ મહત્વ હોય છે, ત્યારે માગસર સુદ પૂનમના દિવસે અરવલ્લીની ગીરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. શામળાજી મંદિર જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો પહોંચ્યા હતા. ભગવાનને સુંદર વાઘો, હીરા મોતી અને સોનાના અભુષણોથી શણગારવામાં આવ્યા હતા. ભગવાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતાં.

માગાસર સુદ પૂનમના દર્શન માટે શામળાજી મંદિરે ભક્તોની ભીડ

કોરોના વાઇરસની ગાઇડ લાઇન મુજબ મંદિરમાં પ્રવેશ

કોરોના વાઇરસની ગાઇડ લાઇન મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા સેનેટાઈઝર, માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ કરાવી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

દર્શનનો સમય વિગત

શ્રીજીના દર્શનનો સમય મંદિર ખુલશે સવારે 6-00 કલાકે મંગલા આરતી સવારે 6-45 કલાકે શણગાર આરતી સવારે 8-30 કલાકે મંદિર બંધ થશે.સવારે 11-30 કલાકે મંદિર ખુલશે.બપોરે 12-15 કલાકે મંદિર બંધ થશે.બપોરે 12-30 કલાકે મંદિર ખુલશે. બપોરે 2-15 કલાકે સંધ્યા આરતી સાંજે 6-00 કલાકે શયન આરતી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.