ETV Bharat / state

ત્રિભુવનદાસ પટેલની 118 મી જન્મજયંતિ નિમિતે પોસ્ટ વિભાગે વિશેષ કવર કર્યું લોન્ચ

author img

By

Published : Oct 22, 2021, 10:45 PM IST

ત્રિભુવનદાસ પટેલની 118 મી જન્મજયંતિ નિમિતે પોસ્ટ વિભાગે વિશેષ કવર કર્યું લોન્ચ
ત્રિભુવનદાસ પટેલની 118 મી જન્મજયંતિ નિમિતે પોસ્ટ વિભાગે વિશેષ કવર કર્યું લોન્ચ

આણંદ અમૂલ ડેરીના સ્થાપક ત્રીભુવનદાસ પટેલની 118 મી જન્મ જયંતિ નિમીતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ કવર લોન્ચ કરવામાં આવ્યું હતું. અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારના હસ્તે આ વિશેષ કવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

  • આણંદ અમૂલ ડેરીના સ્થાપક ત્રીભુવનદાસ પટેલ
  • ત્રિભુવનદાસ પટેલની 118 મી જન્મજયંતિ
  • ટપાલ વિભાગે વિશેષ કવર કર્યું લોન્ચ.
  • અમુલ ડેરી ખાતે યોજાયો કાર્યક્રમ

આણંદ : હજારો દૂધ ઉત્પાદકોને શોષણ માંથી મુક્તિ અપાવવા સહકારી ક્ષેત્રના પાયા નાખી અમૂલની સ્થાપના કરી અને દૂધ ઉત્પાદકોને પગભર બનાવી આર્થિક રીતે મજબૂત બનાવવા માટેનું ભગીરથ કાર્ય કરી શ્વેત ક્રાંતિના પાયા નાખનાર સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ પટેલની 118 મી જન્મ જયંતીના અવસરે અમુલ ડેરી આણંદ ખાતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ કવર લોન્ચ કરવામાં આવ્યું હતું.

ત્રિભુવનદાસ પટેલની 118 મી જન્મજયંતિ નિમિતે પોસ્ટ વિભાગે વિશેષ કવર કર્યું લોન્ચ

ત્રિભુવનદાસ પટેલના નામ સાથેનું વિશેષ ટપાલ કવર લોન્ચ કરાયું

બ્રિટીશ ઇન્ડિયામાં ખાનગી ડેરી સંચાલનમાં ખેડૂતો અને પશુપાલન સાથે સંકળાયેલા લાખો પશુપાલકોની ચિંતા કરી સહકારી માળખાં થકી હજારો લીટર દૂધ એકત્ર કરી શ્વેત ક્રાંતિની મુહિમ થકી ખેડૂતોમાં સહકારીતાની તાકાતને સંગઠિત કરવા સાથે તેમજ પશુપાલનને વ્યવસાયક રૂપ આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરનાર ત્રિભુવનદાસ પટેલના કાર્યનું ભારતીય ટપાલ વિભાગ દ્વારા નોંધ લઈ તેમના 118 મી જન્મજયંતિએ તેમના નામ સાથેની વિશેષ ટપાલ કવરનું અમુલ ડેરીમાં અધિકારીઓ અને સહકારી આગેવાનોની ઉપસ્થિતમાં લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ(અમુલ)ના ચેરમેન રામસિંહ પરમાર, ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, અમૂલના અધિકારીઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અધીકારીઓ રહ્યા ઉપસ્થિત

Amul Dairy Chairman રામસિંહ પરમાર, MD અમિત વ્યાસ, DGM જે.કે. જોષી, General manager કુલદીપ ચૌધરી, Deputy Manager ડો. ગોપાલ શુક્લા, GCMMF ના સિનિયર જનરલ મેનેજર જયેન મહેતા તેમજ પોસ્ટ ઓફિસ આણંદ સુપ્રિટેંડેન્ટ ટી.એન. મલેકની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો : NEET (UG)-2021: ફેઝ-2 ઓનલાઇન અરજીઓ શરૂ, જાણો અંતિમ તારીખ સહીત તમામ વિગત

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ રીતે પાઠવી શુભેચ્છા...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.