ETV Bharat / state

આણંદમાં આનંદ, ખેતીને લગતા પ્રશ્નનો હલ થશે હવે ફટાફટ

author img

By

Published : Oct 13, 2022, 11:58 AM IST

આણંદમાં ખેડૂત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ (Jan Seva Kendra in Anand) કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં ખેડૂતો વિવિધ સરકારી સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. ખેડૂતોને ખેતીને લગતા કોઈ પ્રશ્ન હોય તો અહીંથી તેમને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે. (Jan Seva Kendra in Anand Launch)

આણંદમાં આનંદ, ખેતીને લગતા પ્રશ્નનો હલ થશે હવે ફટાફટ
આણંદમાં આનંદ, ખેતીને લગતા પ્રશ્નનો હલ થશે હવે ફટાફટ

આણંદ ડિજિટલ ક્રાંતિને કારણે હવે ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સરકારી કચેરીએ જવાને બદલે પોતાના મોબાઈલ થકી સીધો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં (Jan Seva Kendra in Anand) આવી છે. તેમ છતાં ઘણા કિસ્સામાં સરકારના પારદર્શક વહીવટને માટે ઉભી કરવામાં આવેલી ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમ ખેડૂતો માટે એક પડકાર સમુ સાબિત થતું હોય તેમ જણાઈ આવતા આણંદ જિલ્લા પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. (Jan Seva Kendra in Anand Launch)

આણંદમાં ખેડૂત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું

ખેડૂત જનસેવા કેન્દ્ર આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ ખેડૂત જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં સવારના 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ડેસ્ક પર બે કર્મચારીઓ ખેડૂતો માટે સરકારી યોજનાઓ સબસીડી વીમાની કામગીરીના ભાગરૂપે થતી ઓનલાઈન અરજી માટેની સહાયતા પૂરી પાડશે. સમગ્ર કાર્યક્રમ આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગના આગેવાનો સાથે ખેડૂત જનસેવા કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. (jan seva kendra services)

ખેતીને લગતા કોઈ પ્રશ્ન ખેડૂતોને સરકારી સહાય મેળવવા માટેની અરજી જનસેવા કેન્દ્રથી કરી આપવામાં આવશે. જેમાં કૃષિ, પશુપાલન, બાગાયત અને મત્સ્યપાલનની વિવિધ સહાયકારી યોજનાઓની અરજીઓ કરી આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને ખેતીને લગતા કોઈ પ્રશ્નો હોય તો અહીંથી તેના અંગેની જરૂરી માહિતી આપવામાં આવશે. આ લોકાર્પણ બાદ હાજર રહેલા અંદાજે 20થી વધુ ખેડૂતોને મળવાપાત્ર વિવિધ સહાય માટેની ઓનલાઇન અરજી કરીને તેમની કરેલ અરજીની પ્રિન્ટ કાઢી આપવામાં આવી હતી તેવું ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે જણાવ્યું હતું. (jan seva kendra registration)

આ અવસર પર કોણ કોણ ઉપસ્થિત રહ્યું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સંજય પટેલ, જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન પ્રદીપ પટેલ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓના અધિકારીઓ હાજર અને અરજદાર ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.(Anand jan seva kendra contact)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.