ETV Bharat / state

આણંદમાં ચૂંટણી કાર્ડ સુધારણા અભિયાન શરૂ કરાયું

author img

By

Published : Aug 21, 2022, 7:15 PM IST

આણંદ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગોમાં તારીખ 12,08,2022 થી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ શરૂ થયો છે. જેમાં મતદાતા પોતાના પાસે રહેલ ચૂંટણી કાર્ડમાં કોઇ પણ પ્રકારની રહેલી ભૂલને સુધરાવી શકે છે. Election card reform campaign launched in Anand, Election Card Reform Campaign, Gujarat Assembly Election 2022

Voter ID card
Voter ID card

આણંદ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં આજે તારીખ 21,08,2022 ૨વિવારના રોજ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો (Electoral Brief Reform Programme ). આ ખાસ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના કુલ 1810 મતદાન મથકો ખાતે નિમાયેલ બુથ લેવલ ઓફીસર દ્વારા સવારે 10:00 ક્લાકથી સાંજે 05:00 કલાક સુધી મતદાર યાદીમાં નામ નોંધણી, કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવા, આધાર લીંક, હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી (Election card reform campaign launched in Anand).

આ પણ વાંચો આપ આપશે વધુ એક ગેરંટી, કેજરીવાલ અને સિસોદિયાનો ગુજરાત પ્રવાસ

મતદાર સુધારણા યાદી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાને રાખી તારીખ 01,10,2022 ની લાયકાતની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તમામ જિલ્લાઓમાં યોજાઇ રહ્યો છે. જિલ્લાનો કોઈપણ નાગરીક મતદાર નોંધણીથી વંચિત ૨હી ન જાય તેમજ તમામ 18 વયથી વધુ ઉંમર મતદારોનો મતદારયાદીમાં સમાવેશ સુનિશ્ચિત કરી શકાય તે અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મતદાર જાગૃતિ તથા કેળવણી હેઠળ જિલ્લામાં તમામ વિધાનસભા મતવિસ્તાર તથા શહેરી વિસ્તારમાં મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમ આયોજીત ક૨વામાં આવ્યા હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મનોજ દક્ષિણીએ જણાવ્યું છે.

આ પણ વાંચો પાટણમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે બંધ બારણે લોકસભા કોર કમિટીની યોજી બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.