પાટણમાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે બંધ બારણે લોકસભા કોર કમિટીની યોજી બેઠક

author img

By

Published : Aug 21, 2022, 1:57 PM IST

લોકસભા કોર કમિટીની યોજી બેઠક

આગામી વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ બે દિવસિય પાટણની મુલાકાતે આવી પહોંચ્યા છે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પાટણ લોકસભા કોર કમિટીની બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં આગામી ચૂંટણીની રણનીતિ તેમજ તમામ બેઠકો કબજે કરવા માટેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. Gujarat Assembly Election 2022, Piyush Goyal held a core committee meeting in Patan, Union Minister Piyush Goyal visit to Patan, core committee meeting in Patan

પાટણ આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખીને તમામ પક્ષના નેતાઓના આંટાફેરાઓ ચાલું થઇ ગયા છે. ભાજપ સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં કેન્દ્રીય પ્રધાનનોના પ્રવાસ ગોઠવી લોકસભાસીટ તેમજ વિધાનસભાની બેઠકો કબજે કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના આગેવાનો કાર્યકરો તેમજ કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન પૂરું પાડવાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે (core committee meeting in Patan ).

લોકસભા કોર કમિટીની યોજી બેઠક

આ પણ વાંચો કેન્દ્રીય પ્રધાન પિયુશ ગોયલ આજથી પાટણની મૂલાકાતે, આ મુદ્દો બનશે અગ્રેસર

બંધ બારણે બેઠક યોજાઇ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ બે દિવસય પાટણની મુલાકાતે આવી પહોંચ્યા છે. યુનિવર્સીટીના કન્વેનશન હોલ ખાતે બંધ બારણે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભા સીટમાં આવતી સાત વિધાનસભા બેઠકો કબજે કરવા આગેવાનો કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ ભરતસિંહ ડાભી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ તેમજ રાજ્ય કક્ષાના પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો ભાજપ સરકારના બે નેતાઓના ખાતા પરત લેવાતા કોંગ્રેસે કર્યા આકરા પ્રહારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.