Corona cases in Gujarat:સૌથી વધુ 2500 વિદેશ પ્રવાસીઓ ધરાવતા આણંદમાં 133 કોરોના કેસ

author img

By

Published : Jan 8, 2022, 5:44 PM IST

Corona cases in Gujarat:સૌથી વધુ 2500 વિદેશ પ્રવાસીઓ ધરાવતા આણંદમાં 133 કોરોના કેસ

ગુજરાતના ઘણા લોકો ભારત બહાર સ્થાયી થઈને NRI ( Non Resident Indian) તરીકે ઓળખાય છે. NRI સમયાંતરે વતનમાં આવતા રહેતા હોય છે. આણંદ જિલ્લામાં પણ વધતા સંક્રમણને જોતા મહાનગરો સાથે આણંદ શહેરમાં પણ નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે વિદેશથી વતનમાં આવેલા NRIને કોરોના સંક્રમણ (Corona case in Anand )અને પરત જવાની ચિંતામાં ભય સતાવતો થયો છે.

આણંદઃ ગુજરાતના સેંકડો લોકો ભારત બહાર સ્થાયી થઈને NRI ( Non Resident Indian) તરીકે ઓળખાય છે. NRI સમયાંતરે વતનમાં આવતા રહેતા હોય છે. મોટે ભાગે ડીસેમ્બરમાં વાતાવરણની અનુકૂળતાના કારણે અને વિદેશમાં તહેવારોની રજાઓને ચાલતે મોટા પ્રમાણ NRI લોકોનું વતનમાં આગમન થતું હોય છે. આ વખતે ગુજરાતમાં સૌથી (Corona cases in Gujarat )વધુ 2500 જેટલા NRI ( Non Resident Indian) આણંદ જિલ્લામાં આવ્યાનું તારણ જાણવા મળી રહ્યું છે, આણંદ જિલ્લો હાલ કોરોનાના વધુ કેસ ધરાવતા જિલ્લાની યાદીમાં મહાનગરોની બરોબરીમાં આવી ગયો છે, ત્યારે વિદેશથી વતનમાં આવેલા NRIને કોરોના સંક્રમણ અને પરત જવાની ચિંતામાં ભય સતાવતો થયો છે.

ઘણા NRI કોરોના પોઝિટિવ

રાજ્યમાં વિદેશથી વતનની મુલાકાતે આવેલા NRIની ( Non Resident Indian) જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં 2500,ખેડામાં 1600, નવસારીમાં 1000 જેટલા NRI ( Non Resident Indian) આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જિલ્લામાં વિદેશથી આવેલા NRIમાંથી ઘણા NRI કોરોના પોઝિટિવ સામે આવી ચુક્યા છે. પોઝિટિવ વાળા તમામને આઇસોલેશન અથવા હોસ્પિટલમાં અને બાકીના સંપર્કમાં આવેલા પ્રવાસીઓને હોમ કોરોન્ટાઇનમાં રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Vadodara Door to Door Survey: વડોદરામાં 716 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો

કોરોનાના કેસ વધવાનું એક મોટું કારણ ટ્રાવેલ હિસ્ટ્રી

આણંદ જિલ્લામાં કોરોનાના કેસ વધવાનું (Corona case in Anand)એક મોટું કારણ ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું હોવાનું આરોગ્ય વિભાગના પાસેથી જાણવા મળી રહ્યું છે. 7 જાન્યુઆરીના રોજ આણંદ જિલ્લામાં 133 નવા કેસ નોંધાયા છે. ગઇકાલની સ્થિતિએ કોરોનાના નવા કેસની દૃષ્ટિએ આણંદ જિલ્લો ગુજરાતમાં છઠ્ઠા ક્રમે છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેને લઈને શુક્રવારે મુખ્ય પ્રધાન સાથે થયેલી વિડીયો કોન્ફરન્સ બાદ આણંદ જિલ્લામાં પણ વધતા સંક્રમણને જોતા મહાનગરો સાથે આણંદ શહેરમાં પણ નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે. જાન્યુઆરીના બીજા અઠવાડિયામાંથી NRI લોકો પરત જવાનું શરૂ થઈ જશે તે બાદ જિલ્લામાં સંક્રમણ પણ ઘટે તેવું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ JAU Graduation Ceremony: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 17મો પદવીદાન સમારોહ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.