Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

author img

By

Published : Jan 7, 2022, 8:29 PM IST

Updated : Jan 7, 2022, 10:12 PM IST

Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ગુજરાતમાં આજે 5396 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Update) દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ જાન્યુઆરીના 7 તારીખે સમગ્ર રાજ્યમાં 5396 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે બોટાદ, છોટાઉદેપુર, ડાંગ અને પોરબંદરમાં એક પણ કેસ નોંધાયા નથી, જ્યારે સુરત જિલ્લામાં 1 મૃત્યુ નોંધાયુ છે.

Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

અમદાવાદમાં ફાટ્યો કોરોના

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 2281 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1350, વડોદરા શહેરમાં 239 અને રાજકોટમાં 203 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 1158 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

વડોદરામાં આજે રેકોર્ડબ્રેક 281 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા શહેરમાં આજે રેકોર્ડબ્રેક કોરોનાના 281 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ કેસ 73,692 થયા છે, જેમાં 947 એક્ટિવ કેસ છે, તો કુલ 72,122 દર્દીને રજા આપવામાં આવી છે, તો આવતીકાલથી શહેરમાં એક સપ્તાહ સુધી મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ચેકીંગ કરી લક્ષણો ધરાવતી વ્યક્તિના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

રાજકોટમાં 30 ડોક્ટર અને 25 નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ

રાજકોટમાં ત્રીજી લહેર (Third Wave in Rajkot)ની શરૂઆતમાં જ 30 જેટલા ડોક્ટર (Rajkot Corona Infect Doctors) અને 25 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટમાં હાલ છેલ્લા બે ત્રણ દિવસથી 100ની આસપાસ કોરોના પોઝિટિવ (Corona positive in Rajkot) કેસ નોંધાઇ રહ્યા છે. હવે 30 જેટલા ડોક્ટરો કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ 30માંથી મોટાભાગના ડોક્ટરો પોતાના ઘરે જ હોમ ક્વોરંટાઇન છે. જ્યારે 5 જેટલા ડોક્ટરોને તાવનું પ્રમાણ વધુ હોવાથી તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. માત્ર બે ત્રણ દિવસની અંદર જ આ 30 જેટલા ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે.

આજે કચ્છમાં કોરોનાનાં 92 કેસ

આજે કચ્છમાં 92 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 248 પહોંચી છે. તો 19 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13092 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં 248 એક્ટિવ કેસો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 12732, તથા આજ સુધી ઓમિક્રોનના 04 કેસો નોંધાયા છે.

Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

આજે 3,81,945 નાગરીકોને વેક્સિન અપાઈ

આજે 7 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 3,81,045 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,01,994 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 89,721 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,27,18,337 નાગરિકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ 16,18,666 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

રાજ્યમાં એક્ટિવ કેસ 14,346

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 18,583 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 19 વેન્ટિલેટર પર અને 18,564 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,128 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,21,541 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 96.62 ટકા પર પહોંચ્યો છે.

Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

આ પણ વાંચો:

Corona Guideline 2022: ગુજરાતમાં ફરી લાગ્યા આ નિયંત્રણો, જાણો રાત્રી કર્ફ્યુમાં કેવી છૂટ આપાઈ

Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યું રાજ્યમાં લોકડાઉનની જરૂર પડશે નહીં

Last Updated :Jan 7, 2022, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.