JAU Graduation Ceremony: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 17મો પદવીદાન સમારોહ યોજાયો

author img

By

Published : Jan 8, 2022, 4:04 PM IST

JAU Graduation Ceremony: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 17મો પદવીદાન સમારોહ યોજાયો

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો (Junagadh Agriculture University) આજે શનિવારે 17માં વાર્ષિક પદવીદાન સમારોહ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાધીનગરથી અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ જામનગરથી પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

જૂનાગઢ: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો 17માં વાર્ષિક પદવીદાન સમારોહ (17th Graduation Ceremony) એગ્રીકલ્ચર યુનિવર્સિટીના (Junagadh Agriculture University) સરદાર પટેલ સભાખંડમાં યોજાયો હતો. કોરોના સંક્રમણને કારણે આ વખતે પદવીદાન સમારોહ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવનથી અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ જામનગરથી જોડાયા હતા.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 17મો પદવીદાન સમારોહ યોજાયો

આપણી ખેતી પદ્ધતિ ઉન્નત બને તે દિશામાં કામ કરવાની શીખ આપી

પદવી પ્રાપ્ત કરેલા તમામ 498 જેટલા સ્નાતક અનુસ્નાતક અને તેની ઉપલી કક્ષામાં વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ થયેલા તમામ પરીક્ષાર્થીઓને પોતાના આશિર્વચન પાઠવ્યા હતા અને આગામી દિવસોમાં તેમણે જે કૃષિ લગતું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે ખેડૂતો સુધી પહોંચશે અને આપણી ખેતી પદ્ધતિ ઉન્નત બને તે દિશામાં કામ કરવાની શીખ આપી હતી.

2 વિદ્યાર્થીઓએ અનુક્રમે 21 અને 15 ગોલ્ડ મેડલ મેળવ્યા

આજના પદવીદાન સમારંભમાં રૈયાણી કિસન અને પટોળીયા વિવેકે કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમોમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરવાની સાથે ગોલ્ડ મેડલોની વણઝાર લગાવી દીધી હતી. રૈયાણી કિશને 21 અને પટોડીયા વિવેકે 15 જેટલા ગોલ્ડ મેડલ આજે એનાયત કરવામાં આવ્યા હતા. ગત વર્ષે ગોલ્ડ મેડલ મેળવવાની સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પછાડીને વિદ્યાર્થીનીઓ આગળ પડતી જોવા મળતી હતી. ત્યારે આ વર્ષે રૈયાણી કિસને 21 જેટલા ગોલ્ડ મેડલ મેળવીને વિદ્યાર્થીઓનો દબદબો પદવીદાન સમારોહમાં ઉજાગર કર્યો હતો.

વિદ્યાર્થીઓએ તેમની સફળતા માતા-પિતા અને ગુરુઓને અર્પણ કરી હતી

બંન્ને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓએ કૃષિક્ષેત્રમાં આગળ વધવા અને તેમની આ સફળતા પાછળ તેમના કોલેજના શિક્ષકો અધ્યાપકો આચાર્યો અને ખાસ કરીને તેમના માતા-પિતા અને પરિવારજનો વિશેષ ફાળો છે, એવું જણાવીને તેમની સફળતા માતા-પિતા અને ગુરુઓને અર્પણ કરી હતી.

આ પણ વાંચો:

Junagadh Year Ender 2021: જૂનાગઢ માટે 2021નું વર્ષ કભી ખુશી કભી ગમના માહોલ સમાન રહ્યું

Gujarat Gram Panchayat election Result 2021: ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં AAPના ઉમેદવાર સરપંચ પદે વિજેતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.