ETV Bharat / state

આણંદ જિલ્લામાં 6 લાખ લોકોએ મુકાવી રસી

author img

By

Published : Jun 12, 2021, 2:27 PM IST

કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી છે. ત્યારે હવે જિલ્લામાં 18 વર્ષ થઈ મોટી ઉંમરના નાગરિકો ને પણ રસી મુકવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જિલ્લામાં કુલ 1,54,388 જેટલા લોકોએ ગુરુવાર સુધીમાં રસીના બંને ડોઝ લઈ લીધા છે. જ્યારે 4,46,956 જેટલા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જે આગામી દિવસોમાં બીજો ડોઝ લેશે.

આણંદ જિલ્લામાં 6 લાખ લોકોએ મુકાવી રસી
આણંદ જિલ્લામાં 6 લાખ લોકોએ મુકાવી રસી

  • જિલ્લામાં 6 લાખ ઉપરાંત લોકો એ મુકાવી રસી
  • 43,037 જેટલા 18 વર્ષ થઈ મોટી ઉંમરના નાગરિકોએ મુકાવ્યો રસીનો પ્રથમ ડોઝ
  • કુલ 1.54 લાખ જેટલા નાગરીકોએ રસીના બંને ડોઝ લીધા

આણંદ: કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી છે. ત્યારે હવે જિલ્લામાં 18 વર્ષ થઈ મોટી ઉંમરના નાગરિકો ને પણ રસી મુકવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ.એમ.ટી છારીએ ETV bharatને જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કુલ 43,037 જેટલા 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જિલ્લામાં કુલ 30 જેટલા રસીકરણના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યો છે. પ્રત્યેક કેન્દ્ર પર 200 લેખે દૈનિક 6,000 જેટલા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે.

જિલ્લામાં હાલ 6,01,344 રસીના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા

વધુમાં જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં કુલ 1,54,388 જેટલા લોકોએ ગુરુવાર સુધીમાં રસીના બંને ડોઝ લઈ લીધા છે. જ્યારે 4,46,956 જેટલા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જે આગામી દિવસોમાં બીજો ડોઝ લેશે. જિલ્લામાં હાલ 6,01,344 રસીના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં 18 વર્ષ કરતા વધારે ઉંમરના નાગરિકો માટે 30 જેટલા રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં સરકારી રજીસ્ટ્રેશન કરી એપોઈન્મેન્ટને આધારે નિયત સમયે નાગરિકોને બોલાવી રસીકરણ પ્રક્રિયાના નિયમોના પાલન સાથે રસી મુકવામાં આવે છે.

આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં આજે 7,110 લોકોએ કોરાનાની લીધી રસી

આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં બુધવારે 5365 લોકોએ કોરાના રસી લીધી

નાગરિકોમાં રસી માટે અત્યારે શરૂઆત કરતા વધારે જાગૃતતા જોવા મળી

મહત્વનું છે કે, જિલ્લામાં દિવસ દરમિયાન માત્ર 6,000 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવે છે. જે માટે ઘણા કિસ્સામાં નાગરિકોને રજીસ્ટ્રેશન કરાવવામાં રાહ જોવી પડતી હોવાની ફરિયાદો પણ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. નાગરિકોમાં રસી માટે અત્યારે શરૂઆત કરતા વધારે જાગૃતતા જોવા મળી રહી છે. જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉંમરના રસી મુકાવતા નાગરિકોએ લોકોને અપીલ કરી હતી કે રસી મુકાવવી જોઈએ. રસી બાબતે ફેલાયેલી અફવાઓ પર વિશ્વાસ ન કરવા માટે વિનંતી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.