ETV Bharat / state

તલવાર, ધોકા અને ધમકી, અમરેલીમાં ગુંડાગર્દીનો વીડિયો વાયરલ

author img

By

Published : Dec 30, 2019, 4:41 AM IST

અમરેલીઃ રાજુલા તાલુકાના બારપટોળી ગામમાં બે દિવસ પહેલા અસામાજિક તત્ત્વોએ મચાવેલા આતંકનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો આધારે પોલીસે ત્રણ અસામાજિક તત્ત્વોની અટક કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Anti Social Elements Threat in Amreli
Anti Social Elements Threat in Amreli

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામમાં અસામાજિક તત્ત્વો દ્વારા મચાવેલા આતંકનો વીડિયો વાઈરલ થયો હતો. બે દિવસ પહેલા તાલુકાના બારપટોળી ગામમાં કેટલાક અસામાજીક ઈસમો બાઈક પર ધોકા અને તલવાર જેવા દેખાતા હથિયારો સાથે ગામમાં ધસી આવ્યા હતા. તે દરમિયાન તેમને બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવી હતી. ગામલોકોને ધમકી પણ આપી હતી. પોતાનો ખોફ ઉભો કરવા માંગતા હોય તેવું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

તલવાર, ધોકા અને ધમકી, જૂઓ અમરેલીની ગુંડાગર્દી

આ વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેને લઇને રાજુલા પોલીસ તપાસ કરી રહી હતી. આ વીડિયોમાં દેખાતા ત્રણ અસામાજિક તત્ત્વોને પોલીસે પકડી લીધા છે. તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વધુ કેટલાક અસામાજિક તત્ત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બે દિવસ પહેલા બારપટોળી ગામમાં અસામાજિક તત્ત્વોએ મચાવેલા આતંકને કારણે લઇને ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આતંક મચાવનાર અસામાજિક તત્ત્વો પૈકીના ત્રણ ઈસમો પોલીસના હાથે ઝડપાઇ જતા ગામલોકોના ભય થોડો ઓછો થયો છે, પરંતુ અવાર-નવાર બનતી આવી ઘટનાઓને કારણે પોલીસ આવા તત્ત્વો સામે આકરા પગલા ભરે, તેવી માગ ગામલોકો કરી રહ્યા છે.

Intro:અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામ માં લુખ્ખાઓનો આતંક વીડિયો થયો વાયરલ Body:અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામ માં બે દિવસ પહેલા લુખ્ખાઓ એ મચાવેલા આતંકનો વીડિયો વાયરલ થતા પોલીસે ત્રણ જેટલા લુખ્ખાઓ ની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામ માં લુખ્ખાઓ એ મચાવેલા આતંકનો વીડિયો વાયરલ થયો હતો બે દિવસ પહેલા તાલુકાના બારપટોળી ગામમાં કેટલાક અસામાજીક ઈસમો બાઈક પર ધોકા અને તલવાર જેવા દેખાતા હથિયારો સાથે ગામમાં ધસી જઈને બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવી અને ગામલોકોને ધમકી આપતા હોય તેવો વિડિયો આજે સોશિયલ મીડિયામાં વાઇરલ છે જેને લઇને રાજુલા પોલીસે તપાસ હાથ ધરી હતી જે વીડિયોમાં દેખાતા ત્રણ જેટલા આતંક મચાવનાર અસામાજીક તત્વોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ વધુ કેટલાક લુખ્ખાઓ ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બે દિવસ પહેલા જે રીતે બારપટોળી ગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જેને લઇને ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું પરંતુ આતંક મચાવનાર અસામાજિક તત્વો પૈકીના ત્રણ જેટલા ઈસમો પોલીસના હાથે ઝડપાઇ જતા ગામલોકોના ભય માં થોડી રાહત મળી છે પરંતુ અવાર નવાર બનતી આવી ઘટનાઓને લઈને પોલીસ પણ આવા તત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે તેવુ ગામલોકો પણ ઈચ્છી રહ્યા છે Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.