ETV Bharat / state

Yuvrajsinh Jadeja Allegations: યુવરાજસિંહના આક્ષેપો અંગે આઇપીએસ હસમુખ પટેલે કરી સ્પષ્ટતા

author img

By

Published : Apr 5, 2023, 9:11 PM IST

Updated : Apr 5, 2023, 9:29 PM IST

યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભારતીઓમાં ડમી ઉમેદવારો દ્વાર પરીક્ષા અપાઈ રહી છે તેવો ખુલાસો કરતા હડકંપ મચ્યો છે. આ બાબતે હસમુખ પટેલે નિવેદન આપ્યું હતું કે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે સરકારી ડમી કર્મચારીના નામ જાહેર કરવામાં આવ્યા છે તે બાબતે તપાસ કરી છે પરંતુ એક પણ આવો વ્યક્તિ સામે આવ્યો નથી.

yuvraj-singh-jadeja-allegations-of-dummy-candidate-in-government-exams-are-ips-hasmukh-patel-denied
yuvraj-singh-jadeja-allegations-of-dummy-candidate-in-government-exams-are-ips-hasmukh-patel-denied

ગાંધીનગર: સરકારી જાહેર પરીક્ષા પેપર ફોટો અને વિદ્યાર્થીઓના હિત માટે વિદ્યાર્થી આંદોલન કરીને એવા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક સરકાર વિરુદ્ધ મોટો આક્ષેપ કર્યો છે. જેમાં ગુજરાતમાં અમુક એવા સરકારી કર્મચારીઓ છે કે જેઓએ પરીક્ષા જ આપી નથી તેમ છતાં પણ તેઓ સરકારી નોકરી કરી રહ્યા છે અને તેમની જગ્યાએ ડમી ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે કર્યો હતો. સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં એક ખાસ લિંક તૈયાર કરીને કોઈ પણ વ્યક્તિ આવી માહિતી પહોંચાડી શકે તેવી વ્યવસ્થા પણ યુવરાજસિંહ જાડેજા કરી છે.

યુવરાજસિંહ જાડેજાએ વધુ એક સરકાર વિરુદ્ધ મોટો આક્ષેપ કર્યો
યુવરાજસિંહ જાડેજાએ વધુ એક સરકાર વિરુદ્ધ મોટો આક્ષેપ કર્યો

હસમુખ પટેલનું નિવેદન: યુવરાજસિંહ જાડેજા દ્વારા ચાર બોગસ સરકારી કર્મચારીના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ બાબતે હસમુખ પટેલે નિવેદન આપ્યું હતું કે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે સરકારી ડમી કર્મચારીના નામ જાહેર કરવામાં આવ્યા છે તે બાબતે તપાસ કરી છે પરંતુ એક પણ આવો વ્યક્તિ સામે આવ્યો નથી. આવા વ્યક્તિનું નામ પણ પ્રોવિઝનલ લિસ્ટમાં પણ નથી જેથી યુવરાજસિંહ જાડેજાએ જે પણ માહિતી આપી છે અને જે પણ આક્ષેપ કર્યા છે તે સંપૂર્ણપણે તદ્દન ખોટા છે.

ડમી પરીક્ષાર્થીઓનો રાફડો: ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધીને સરકાર પર આક્ષેપક કરતા જણાવ્યું હતું કે અનેક પરીક્ષા હતી જેમાં દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. યુવરાજસિંહ આક્ષેપ કર્યા હતા કે, આ પ્રકારના કૌભાંડમાં ખોટી માર્કશીટ, ખોટા પ્રમાણપત્ર અને ડમી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી છે. બોર્ડ પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ બનાવી નોકરી મેળવવા લાગ્યા છે.

ભાવનગર વિસ્તારમાં ખોટા ઉમેદવારોનો રાફડો: યુવરાજસિંહ જાડેજાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે ભાવનગરના તળાજા અને શિહોરના ગ્રામ્ય વિસ્તારો જેવા કે દિહોર, પિપરલા, દિહોર, ટીમાણા,સારથા, અગિયાળી જેવા વિસ્તારમાં છેલ્લા અમુક દિવસોથી અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી પણ કરી છે. અલગ અલગ માધ્યમો સાથે કૌભાંડને તપાસ પણ કરવામાં આવી છે. આ પ્રકારની ગેરરીતિમાં MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, વન વિભાગ જેવા સરકારી વિભાગોમાં ખોટા કર્મચારીઓ સાચા કર્મચારીઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા કેટલાંક નામો પણ જાહેર કરવામાં આવ્યા હતા.

ડમી ઉમેદવારની યાદી:

  1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
  2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
  3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
  4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)

પરીક્ષા દરમિયાન સુપરવાઈઝરની મિલીભગત: યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જાહેર પરીક્ષામાં પરીક્ષા દરમિયાન સુપરવાઈઝરની પણ મિલીભગતથી કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. આવા કૌભાંડ ત્યારે જ શક્ય બની શકે ભરતી બોર્ડ દ્વારા ખાનગી શાળાઓમાં પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે. ભક્તિ કમિટી દ્વારા પણ આનો ફરીથી ક્રોસ વેરીફિકેશન થાય તેવી માંગ યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.

આ પણ વાંચો Crop Damage Survey : કમોસમી વરસાદના નુકસાનનો સર્વે પૂર્ણ, 15 જિલ્લામાં પાક નુકસાની સર્વે અને સહાય વિશે જાણો

ઉમેદવારોનું ચેકીંગ કરવાની માંગ: યુવરાજસિંહ જાડેજા વધુમાં સરકારી ભરતી ઉપર આક્ષેપ કર્યા હતા કે જે વ્યક્તિ શારીરિક ખોડખાપણ ધરાવતો ન હોઈ તેવા વ્યક્તિઓના ફિઝિકલ હેન્ડીકેપના સર્ટિફિકેટ આપીને સરકારી નોકરીમાં લાભ પોહચડવાનું કાવતરું ચાલે છે. જ્યારે આ ઘટના વર્ષ 2016 પછી ગુજરાતમાં અને એક ભરતી કૌભાંડમાં થઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોનું ચેકીંગ કરવાની માંગ યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.

આ પણ વાંચો Jammu Kashmir News : કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં 1 હજારથી વધુ કંપનીઓએ રોકાણ કર્યું

Last Updated : Apr 5, 2023, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.