ETV Bharat / state

Loan Frauds: લૉન અપાવવાના બહાને પૈસા લઈ ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ

author img

By

Published : Apr 9, 2023, 10:11 PM IST

અમદાવાદમાં લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા રામોલ પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે. જોકે અન્ય એક આરોપી ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ
લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ

લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ

અમદાવાદ: આવાસના મકાનોમાં રહેલા ગરીબ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરનાર બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. આ મહિલાઓ લોકો સાથે ઠગાઈ કરતા હતા અને બાળકોને રમવાની નોટો બોક્સમાં મુકી છેતરપિંડી કરતા હતા. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લોન આપવાના બહાને ઠગાઈ: વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ આવાસ યોજનામાં બે મહિલાઓ મમતાબેન અને શોભાબેન લોકોને લોન આપવાના બહાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી અને 5 લાખની હોમ લોન મળશે તેવું જણાવ્યું હતું. ત્યાં જ ભોગબનનાર મહિલા પહોચી જતા બન્ને આરોપીનો ભાંડો ફુટ્યો. બન્ને મહિલાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.

નકલી નોટો આપી છેતરપિંડી: ઝડપાયેલ બન્ને આરોપીની પુછપરછ અને તેમની મોડસ ઓપરેન્ડી પર નજર કરતા તેઓ ખાનગી ફાઈનાન્સ કંપનીના લોન માટે ફોર્મ ભરાવતા અને ભોગ બનનાર પાસેથી લોનના ચાર્જ પેટે ટુકડે ટુકડે રૂપિયા પડાવતા હતા. ભોગ બનનાર સાથે પણ 59 હજારની છેતરપિડીં કરવામાં આવી હતી. રૂપિયા મેળવ્યા બાદ આરોપી મહિલાએ નકલી નોટો એટલે કે મનોરંજન બેંકની નોટો ભરી 20 લાખની લોન મળી છે. તેમ કહી એક પેકેટ આપ્યુ હતુ. જે જોતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો: જો તમે ઓનલાઈન એપના માધ્યમથી લોન લેતા હોય તો થઈ જાવ સાવધાન

આરોપીઓએ આપેલ ચેક બાઉન્સ: આ અંગે આઇ ડીવીઝનના ACP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે બંને મહિલાઓ દ્વારા લોનના નામે ભોગ બનનારા પાસેથી પૈસા લઈને લોન કે તેઓએ આપેલા પૈસા પરત ન આપીને ચેક આપ્યા હતા જે ચેક બાઉન્સ ગયા હતા. તે બાદ આરોપીઓએ નકલી નોટો પધરાવી હતી. જોકે હાલ બંને આરોપીઓને ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Loan fraud Awareness: લોનની છેતરપિંડીથી પોતાને કેવી રીતે રાખવું સુરક્ષિત ?

અન્ય એક આરોપી ફરાર: પોલીસ તપાસમાં બે મહિલાઓએ સંખ્યાબધ્ધ લોકો સાથે ઠગાઈ કરી હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ આ ટોળકીનો અન્ય એક આરોપી નિલેશ મંડાલીયા ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ અન્ય ભોગ બનનાર સામે આવે અન્ય કોઈ ગુનો નોંધાય તેવી શક્યતાઓ છે. તેથી જ પોલીસે બન્ને મહિલાની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.