ETV Bharat / state

કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી, જાણો

author img

By

Published : Sep 20, 2020, 10:16 AM IST

તાજેતરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઇને નેગેટિવ થયા બાદ ફરી વખત પોઝિટિવ થવાની સંભાવનાઓની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ પુન:સંક્રમણ થવાની સંભાવનાઓ કેટલી છે અને તેની સાથેના જોડાયેલા તથ્યો શું છે ? તે વિશે તબીબી નિષ્ણાંતના અભિપ્રાય જોઇએ.

Ahmedabad
કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી

અમદાવાદ: તાજેતરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઇને નેગેટિવ થયા બાદ ફરી વખત પોઝિટિવ થવાની સંભાવનાઓની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ પુન:સંક્રમણ થવાની સંભાવનાઓ કેટલી છે અને તેની સાથે જોડાયેલા તથ્યો શું છે ? તે વિશે તબીબી નિષ્ણાંતના અભિપ્રાય જોઇએ.

સિવિલ હોસ્પિટલ અમદાવાદ મેડિસિન વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાય કહે છે કે, વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઇને ફરી વખત સંક્રમિત થવાના જૂજ કિસ્સાઓ જ જોવા મળ્યા છે. મેડિકલ જગતના પ્રાથમિક તારણો દેખતા જોઇ શકાય છે કે, કોરોના વાઇરસના પુન:સંક્રમણ કરતા પણ વધારે શરીરમાંથી વાઇરસ નિકળવાની, ઘરમૂળથી નાશ પામવાની પ્રક્રિયા ધીમી હોય તેવી સંભાવનાઓ વધારે રહેલી હોય તેમ લાગે છે. જે કારણોસર આપણને દર્દી પુન:સંક્રમિત થયા હોવાનું જણાઇ આવે છે.

કોરોના ટેસ્ટિંગની વિવિધ પધ્ધતિઓ જેવી કે, RT-PCR કે પછી એન્ટીજનની રીત જૂદી જૂદી છે. નાકના ભાગમાં કોરોનાના સંક્રમણ કરતા ફેફસામાં રહેલા સંક્રમણની તીવ્રતા વધુ જોવા મળે છે. જેથી વિષાણુના જીનેટીકનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યા બાદ વાઇરસ અલગ તરી આવે, ત્યારે વાઇરસનું પુન:સંક્રમણ થયુ હોવાનું કહેવું યોગ્ય છે. એક વખત કોરોનાથી સંક્રમિત થઇ ગયા બાદ ફરી વખત ચોક્કસથી કોરોનાગસ્ત થઇ જ જઇશું, તેવી ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી.

સોશિયલ મીડિયામાં પણ ઘણાં મેસેજ ફરતા થયા છે કે, એક વખત કોરોનાગ્રસ્ત થઇ ગયા બાદ શરીરમાં 3 મહિના સુધી જ એન્ટિબોડી રહે છે. ત્યારબાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને પુન:કોરોનાનો ચેપ લાગવાની સંભાવનાઓ પ્રબળ રહેલી છે. જે માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. લોકોમાં હર્ડ ઇમ્યુનિટિનો પણ વધારો થયો છે, જે કોરોના વાઇરસ સામે પડકાર ઝીલવા સક્ષમ બનાવે છે.

જેથી નાગરિકોએ ગભરાવવાની જગ્યાએ ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. એક વખત કોરોના સંક્રમિત થઇ ગયા બાદ પણ માસ્ક પહેરવું, સલામત અંતર જાળવવું જેવા સરકારી દિશાનિર્દેશોનું સ્વંયના સ્વાસ્થ્ય રક્ષણ માટે ચુસ્ત પણે પાલન કરવું જરૂરી છે. સાવચેતી એ જ સલામતી, કોરોનાથી રક્ષણ મેળવવા અને કોરોના વાઇરસથી સંક્રમિત થઈ નેગેટિવ થયા બાદ પણ સાવચેતી રાખીને સલામતી રહેવું ખાસ જરૂરી છે. તેનાથી ગભરાવવાની જરૂર નથી. વારવાંર હાથ ધોવા, માસ્ક પહેરવું , નાસ લેવું તેવી પ્રક્રિયાઓ હાથ ઘરવી જોઇએ. ફેફસામાં ચેપ લાગ્યો હોય તો ફેફસાની સ્થિતિસ્થાપકતા પાછી મેળવવા, શ્વાચ્છોશ્વાસ સુધારનારી સ્પાયરોમેટરી કસરત, યોગ , પ્રાણાયમ કરવા જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.