ETV Bharat / state

Ahmedabad-Jamnagar Vande Bharat Train: ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, જાણો કયા રૂટ ઉપર ચલાવવામાં આવશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 1:00 PM IST

અમદાવાદથી જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન
અમદાવાદથી જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન

અમદાવાદથી જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન 24મી સપ્ટેમ્બરના રોજ શરૂ થવા જઈ રહી છે. આજે તેનું અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલમાં વંદે ભારત ટ્રેનને 120ની સ્પીડે ચલાવવામાં આવી હતી. આ ટ્રાયલમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાઈ ન હતી.

અમદાવાદથી જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે

અમદાવાદ: ભારતીય રેલ દ્વારા મુસાફરોને વધુ સારી સુવિધા આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારતનું રેલવે નેટવર્ક વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત મિનિ હાઇ સ્પીડ ટ્રેન એટલે કે વંદે ભારત તૈયાર કરવામાં આવી છે. આ સંપૂર્ણ રીતે ભારતમાં જ તૈયાર થયેલી પહેલી ટ્રેન છે. ત્યારે ગુજરાતને પણ વધુ એક વંદે ભારત આગામી સમયમાં પ્રાપ્ત થશે.

24 સપ્ટેમ્બર થશે શરૂ: આ પહેલા ગાંધીનગરથી મુંબઈ, જોધપુરથી સાબરમતી એમ બે વંદે ભારત ટ્રેન પ્રાપ્ત થઈ હતી. ત્યારે હવે એક ગુજરાતના સૌરાષ્ટ્રને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેન ગુજરાતને પ્રાપ્ત થશે. અમદાવાદથી જામનગર વચ્ચે 24 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. જે અંતર્ગત આજે સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ વચ્ચે 120ની સ્પીડે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રાયલ: સાબરમતીથી વિરમગામ વચ્ચે આજે કરાયેલ ટ્રાયલમાં 100થી પણ વધુ સ્પીડ પર ટ્રેન દોડાવવામાં આવી હતી. જેમાં કોઈ પણ પ્રકારની ખામી જોવા મળી ન હતી. સાથે જ ટ્રેનના તમામ કોચ એસી, એક્ઝિક્યુટિવ, ચેરકાર, સીસીટીવી, વાઇફાઇ તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ પણ પ્રકારની ખામી ન સર્જાતા 24મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.

સમયની થશે બચત: 24 તારીખે વંદે ભારતને લીલી ઝંડી મળ્યા બાદ તેને રાબેતા મુજબ ચલાવવામાં આવશે. જેમાં જામનગરથી વહેલી સવારે 5:50 કલાકે ઉપડીને અમદાવાદ સવારે 10:15ની આસપાસ પહોંચશે અને સાંજે 6:00 વાગે અમદાવાદથી ઉપડીને રાત્રે 10:30 કલાકે જામનગર પહોંચશે. જેમાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતીને સ્ટોપ આપવામાં આવ્યું છે. જામનગરથી માત્ર પાંચ કલાકની અંદર જ અમદાવાદ પહોંચી જવાશે. જેના કારણે મુસાફરોને અન્ય ટ્રેનની સરખામણીએ બે કલાકથી પણ વધારેના સમયની બચત થશે.

  1. Vande Bharat Train: રાજકોટમાં વંદે્ ભારત ટ્રેન શરૂ કરવા સાંસદની માગ, કેન્દ્રિય રેલવે પ્રધાનનો સકારાત્મક પ્રતિસાદ
  2. પીએમ મોદી ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સફર શરુ કરાવી શું બોલ્યાં જૂઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.