ETV Bharat / state

Vande Bharat Train: રાજકોટમાં વંદે્ ભારત ટ્રેન શરૂ કરવા સાંસદની માગ, કેન્દ્રિય રેલવે પ્રધાનનો સકારાત્મક પ્રતિસાદ

author img

By

Published : Feb 17, 2023, 9:42 PM IST

Vande Bharat Train: રાજકોટમાં વંદે્ ભારત ટ્રેન શરૂ કરવા સાંસદની માગ, કેન્દ્રિય રેલવે પ્રધાનનો સકારાત્મક પ્રતિસાદ
Vande Bharat Train: રાજકોટમાં વંદે્ ભારત ટ્રેન શરૂ કરવા સાંસદની માગ, કેન્દ્રિય રેલવે પ્રધાનનો સકારાત્મક પ્રતિસાદ

રાજકોટમાં વંદે્ ભારત શરૂ કરવા અંગે સાંસદ મોહન કુંડારિયા આગળ આવ્યા છે. તેમણે આ અંગે કેન્દ્રિય રેલવે પ્રધાનને રજૂઆત કરતાં તેમના તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ત્યારે હવે ટૂંક સમયમાં અહીં વંદે્ ભારત ટ્રેન શરૂ થાય તો નવાઈ નહીં.

રાજકોટથી સુરેન્દ્રનગર સુધી ડબલ ટ્રેકનું કામ થશે પૂર્ણ

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને રાજકોટને વંદે્ ભારત ટ્રેન મળે તે માટે રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ કેન્દ્રિય રેલવે પ્રધાનને રજૂઆત કરી છે. આ માટે કેન્દ્રિય રેલવે પ્રધાને હકારાત્મક વલણ અપનાવ્યું હતું. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રેલવે તંત્રનો લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે સાંસદે રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ Vande Bharat Express: વૉલ ઓફ ઈન્ડિયા, અકસ્માત ટાળવા 622 કિમીના રૂટ પર ફેન્સીંગ

રાજકોટને ફાટકમુક્ત કરવા બેઠકઃ રાજકોટ મહાનગરપાલિકા ખાતે રેલવે તંત્ર રાજકોટ મહાનગરપાલિકા અને સાંસદ વચ્ચે બેઠક યોજાઈ હતી. રાજકોટને ફાટકમુક્ત કરવા આ બેઠક યોજાઈ હતી, જેમાં જામનગર રોડ ઉપર સાંઢિયા પૂલ ખાતે બ્રિજ બનાવવાની વાત મૂકવામાં આવી હતી. સાથે જ રાજકોટના ગોંડલ રોડ ખાતે આવેલા PDM કૉલેજ ફાટક નજીક પણ બ્રિજ બનાવવા અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક હકારાત્મક રહી હોવાથી આગામી દિવસોમાં રેલવે તંત્ર અને મહાનગરપાલિકા તંત્ર સાથે મળીને ઓવરબ્રિજ બનાવશે. તેમ જ આગામી દિવસોમાં રાજકોટ શહેર ફાટકમુક્ત બને તેવા પ્રયાસો મનપા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

રાજકોટથી સુરેન્દ્રનગર સુધી ડબલ ટ્રેકનું કામ થશે પૂર્ણઃ આ બેઠક બાદ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રને રેલવેની વધુમાં વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટેની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી આપણો વર્ષો જૂનો જે પ્રશ્નો હતો કે, સુરેન્દ્રનગરથી રાજકોટ સુધી ડબલ ટ્રેકનો, જે કામ મંજૂર થયું હતું અને હવે આ કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. આવામાં 12 ફેબ્રુઆરીએ હું કેન્દ્રીય રેલવે પ્રધાનને પણ મળ્યો હતો. તે દરમિયાન આપણા સૌરાષ્ટ્ર અને રાજકોટના રેલવેના પ્રશ્નો અને વંદે્ ભારત ટ્રેન અંગે રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ Ashwini Vaishnav: વંદે ભારતના મોડલ પર વંદે મેટ્રો રાજ્યમાં આવશેઃ રેલવે પ્રધાન

આગામી દિવસોમાં મળશે વંદે ભારત ટ્રેનઃ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હાલમાં આપણી પાસે સિંગલ ટ્રેક છે. આ સિંગલ ટ્રેક ઉપર 150 ટકા જેટલું કામનું ભારણ હોવાના કારણે સૌરાષ્ટ્રની નવી ટ્રેનો મળતી નથી. ત્યારે આગામી દિવસોમાં ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઈ જશે. આના કારણે મેં સૌરાષ્ટ્ર અને રાજકોટને વંદે ભારત ટ્રેન મળે તે માટેની રજૂઆત કરી છે, જેમાં તે લોકો પણ રાજી થયા છે. હાલમાં વંદે્ ભારત ટ્રેનની દેશભરમાં માગણી વધી છે. આવામાં આપણને રાજકોટ અને અમદાવાદ વચ્ચે વંદે્ ભારત ટ્રેન મળે તે માટે કેન્દ્રિય રેલવે પ્રધાને પણ હકારાત્મક વલણ દર્શાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.