ETV Bharat / state

Murder Case in Ahmedabad : ઘર કંકાશમાં તાવીજના દોરાથી ગળું દબાવી પત્નીની કરી હત્યા, પતિની કરાઈ ધરપકડ

author img

By

Published : Dec 27, 2021, 9:02 AM IST

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીની ક્રૂર રીતે હત્યા(Murder Case in Ahmedabad) કરી છે. પતિએ તાવીજના દોરાથી પત્નીનું ગળું(Husband kills wife in Ahmedabad) દબાવી દીધું હતું અને હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા ઈસનપુર પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે(Ahmedabad Crime Case) ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

Murder Case in Ahmedabad : પતિએ ઘર કંકાશમાં પત્નીને તાવીજના દોરાથી ગળું દબાવી મારી નાખી, પતિને જેલના સળિયા પાછળ ધકેલ્યો
Murder Case in Ahmedabad : પતિએ ઘર કંકાશમાં પત્નીને તાવીજના દોરાથી ગળું દબાવી મારી નાખી, પતિને જેલના સળિયા પાછળ ધકેલ્યો

અમદાવાદઃ રાજ્યમાં પરિણીતા પર દહેજ સહિતની બાબતોમાં માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે. દારૂના નશામાં પતિ સાથે મારઝૂડ કરવી તેમજ અન્ય સ્ત્રીઓ સાથેના સંબધોમાં પત્નીને મારમારી(Husband and Wife Quarrel) ઘરેથી કાઢી મુકવા તેમજ હત્યા પણ થઈ હોવાના બનાવો બને છે. એવી જ એક ઘટના ગઈકાલે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ઘટી હતી જેમા પતિએ પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડામાં ઉશ્કેરાઈને ગળામાં પહેરેલા તાવીજથી જ પત્નીનું ગળું(Husband kills wife in Ahmedabad) દબાઈ દીધું હતું. પોલીસે હત્યારા(Ahmedabad Crime Case) પતિની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી લીધી છે.

અમદાવાદમાં પતિએ પત્નીની હત્યા કરી

પતિની અન્ય બે પત્નીઓ બંગાળમાં રહેતી

મળતી માહિતી મુજબ શાહઆલમ વિસ્તારમાં રહેતા હલીમા બીબી સાથે કમરુલ શેખના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને બંનેના આ ત્રીજા લગ્ન હતા. બંને દંપતિ છૂટક મંજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પતિની અન્ય બે પત્નીઓ બંગાળમાં રહેતી હોવાથી તે ક્યારેક ત્રીજી પત્નીને મળવા માટે બંગાળથી અમદાવાદ આવતો હતો. આ જ બાબતે અનેકવાર બંને વચ્ચે નાના-મોટા ઝઘડા થતા હતા. હત્યાના બેથી ત્રણ દિવસ પહેલા હત્યારો પતિ અમદાવાદ(Crime Case in Ahmedabad) સ્થિત તેના ઘરે આવ્યો હતો.

તાવીજનો દોરો ખેંચી પત્નીનું ગળું દબાવી દીધું

ઘરે આવ્યા બાદ ફરી બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા. જેમા ગઈકાલે વાત વધી જતા બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ગુસ્સામાં પતિએ પત્નીને તાવીજનો દોરો પાછળથી જોરથી ખેંચી રાખી પત્નીનું ગળું દબાવી(Husband strangled and killed his wife) દીધું હતું, પત્નીની હત્યા કર્યા બાદ તે ગભરાઈ ગયો હતો અને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ આસપાસના પાડોશીઓ તેમજ તેના દીકરાને થતા તેઓ તાત્કાલિક પોલીસને ફોન કરી સમગ્ર ઘટના વિશે જાણ કરી અને પોલીસે(Ahmedabad Isanpur Police ) પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ Crime In Vadodara : પતિ-પત્નીના ઝઘડામાં જમાઇએ સાસુની કરી હત્યાં, પોલીસ પાસે જાતે જ કર્યું આત્મસમર્પણ

આ પણ વાંચોઃ Hajira Rape with Murder Case 2021 : 5 વર્ષની બાળકીની દુષ્કર્મ અને હત્યામાં આરોપી દોષિત જાહેર, સજા 29મીએ જાહેર થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.