ETV Bharat / state

પોલીસની ગેરવર્તણુકને લઇને વદ્ધ દંપતી 9 દિવસથી ઉપવાસ પર

author img

By

Published : Aug 24, 2019, 10:09 AM IST

અમદાવાદ: પોલીસની દાદાગીરી અને લોકો સાથે ગેરવર્તણૂકના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વૃદ્ધે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આપતા સ્થાનિક પોલીસે વૃદ્ધ સાથે ગેરવર્તણૂક કરી અને તેને લોકઅપમાં પુરી દીધા હતા અને વૃદ્ધ સાથે પોલીસે ગેરવર્તણૂક કરી છે. જે મામલે વૃદ્ધ દંપતી છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર છે.

Ahemadabad

શહેરના દાણીલીમડા ખાતે 65 વર્ષીય મકરાણી ઝાહીરુદ્દીન તેમના પરિવાર સાથે રહે છે. તેમના ઘર પાસે અજાણી ગાડી 4-5 દિવસથી પડી હોવાથી તેમને 13 ઓગસ્ટના રોજ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરીને જાણ કરી હતી. જે બાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનથી તેમના પર ફોન આવ્યો હતો અને ગાડી ક્રેનથી લઈ જવાની છે. તેવું જણાવ્યું હતું. ત્યારબાદ અન્ય એક ફોન આવ્યો હતો. જેમાં તેમને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું. ત્યાર બાદ તે વૃદ્ધાને પોલીસે લોકઅપમાં પૂરી દીધા હતાં.

પોલીસની ગેરવર્તણુકને લઇને વદ્ધ દંપતી 9 દિવસથી ઉપવાસ પર
જ્યારે વૃદ્ધ ઝહીરુદ્દીનનો દીકરો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને પણ પોલીસે ખોટી રીતે માર મારી અને તેની પાસે પૈસા લઈ અને તેને પણ ખોટી રીતે લોકઅપમાં પુરી દીધો હતો. ત્યાર બાદ બીજા દિવસે બંને પિતા-પુત્રને જામીન આપવામાં આવ્યા હતા. બનાવ બન્યા બાદ વૃદ્ધે 15 ઓગસ્ટના દિવસે 12 વાગ્યાથી ઉપવાસ શરૂ કરી દીધા હતાં. જેમાં તેમની પત્નિ પણ તેમની સાથે ઉપવાસમાં બેઠા છે. વૃદ્ધની માગ છે કે તેમની સાથે થયેલા અન્યાય માટે તેમને ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો તેઓએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે.
Intro:અમદાવાદ

પોલીસની દાદારીગી અને લોકો સાથે ગેરવર્તણૂકના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વૃદ્ધે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આપતા સ્થાનિક પોલીસે વૃદ્ધ સાથે ગેરવર્તણૂક કરી અને લોકઅપમાં પુરી દીધા અને વૃદ્ધ સાથે પોલીસે ગેરવર્તણૂક કરી છે.જે મામલે વૃદ્ધ દંપતી 9 દિવસથી ઉપવાસ પર બેઠા છે.


Body:શહેરના દાણીલીમડા ખાતે 65 વર્ષીય મકરાણી ઝાહીરુદ્દીન તેમના પરિવાર સાથે રહે છે.તેમના ઘર પાસે અજાણી ગાડી 4-5 દિવસથી પડી હોવાથી તેમને 13 ઓગસ્ટના રોજ કંટ્રોલ રૂમ ફોન કરીને જાણ કરી હતી જે બાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનથી તેમના પર ફોન આવ્યો હતો અને ગાડી ક્રેનથી લઈ જવાની છે તેવું જણાવ્યું હતું.આ બાદ અન્ય એક ફોન આવ્યો હતો જેમાં તેમને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું.

ઝહીરુદ્દીન પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યા પ્રધાનજી ખેંગારજી હાજર હતા તેમને ઝહીરુંદિનને કહ્યું કે તમને ખબર પડે છે કંટ્રોલમાં ફોન કર્યો તો અમારે કાગળ બનાવવા પડે છે,અમે તમારા બાપના નોકર નથી અને તમે અમને પગાર નથી આપતા.જે બાદ પોલીસે ગાડી માલિકની વૃદ્ધ સાથેની તકરારની ફરિયાદ નોંધી જેમાં વૃદ્ધ ઝહીરુદ્દીન તો ગાડી માલિકને ઓળખતા પણ નહોતા અને તેમને મળ્યા પણ નહોતા તેવું વૃદ્ધે જણાવ્યું હતું.તેમ છતાં પોલીસે ફરિયાદના આધારે વૃદ્ધને લોકઅપમાં પુરી દીધા હતા.અપંગ હોવા છતાં વૃદ્ધને ખુરશી પણ આપવામાં આવી નહોતી.

વૃદ્ધ ઝહીરુદ્દીનનો દીકરો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને પણ પોલીસે ખોટી રીતે માર માર્યો અને તેની પાસેના પૈસા લઈ લીધા હતા તથા તેમના દીકરાને પણ ખોટી રીતે લોકઅપમાં પુરી દીધો હતો.બીજા દિવસે બંને પિતા-પુત્રને જામીન આપવામાં આવ્યા હતા.

બનાવ બન્યા બાદ વૃદ્ધે 15 ઓગસ્ટના દિવસે 12 વાગ્યાથી ઉપવાસ શરૂ કરી દીધા છે જેમાં તેમની પણ તેમની સાથે ઉપવાસમાં બેઠી છે.વૃદ્ધની માંગ છે કે તેમની સાથે થયેલા અન્યાય માટે તેમને ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો તેઓ આત્મવિલોપન પણ કરશે.


બાઇટ- મકરાણી ઝહીરુદ્દીન(પીડિત)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.