ETV Bharat / state

વીમા યોજના હેઠળ ક્લેઈમ મેળવવા માટે લાભાર્થી પુરવાર કરવું જરૂરી: કોર્ટ

author img

By

Published : Feb 8, 2020, 7:14 PM IST

વર્ષ 2011માં વાહન અકસ્માતમાં ડાબો હાથ ગુમાવનારા વ્યક્તિની પત્નીએ ગુજરાત રાજ્ય સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ વળતર મેળવવા માટેની અરજી અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ફગાવી દેવામાં આવી છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા જણાવવામાં આવ્યું કે, અરજદાર પીડિત વ્યક્તિ વતી અસંગઠિત શ્રમિકની (ગ્રાહક) વ્યાખ્યામાં આવે તેવો કોઈ પુરાવો રેકોર્ડ ઉપર પુરવાર કરી શક્યા નથી. જેથી સંબંધિત વીમા યોજના હેઠળ ક્લેઈમ મેળવવા તેઓ હકદાર રહેતા નથી.

Consumer Court
ગ્રાહક અદાલત

અમદાવાદ: ગ્રાહક તકરાર નિવારણ કમિશને તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, અરજદાર તેમના પતિ ક્યા પ્રકારનું મજૂરી કામ કરતા હતા તે અંગે કોઈ વિગત રજૂ કરી નથી. તેથી અરજદાર ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ ક્લેઈમ મેળવવા હકદાર ગણી શકાય નહીં.

વીમા યોજના હેઠળ ક્લેઈમ મેળવવા માટે લાભાર્થી પુરવાર કરવું જરૂરી: કોર્ટ

અરજદારના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આ વીમા યોજના હેઠળ સરકાર દ્વારા પ્રિમિયમ ભરવામાં આવે છે. તેથી તેમને યોજનાનો લાભાર્થી એટલે કે ગ્રાહક માનવામાં આવે. ડાયરેક્ટર ઓફ ઈન્શ્યોરન્સ વતી વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારી વ્યક્તિ મજૂરી કામ કરતા તે અંગેનો પુરાવો રજૂ કરી શક્યા નથી. જેથી તેમને યોજનાનો લાભ આપી શકાય નહીં.

Intro:વર્ષ 2011માં વાહન અકસ્માતમાં ડાબો હાથ ગુમાવનાર વ્યક્તિની પત્નીએ ગુજરાત રાજ્ય સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ વળતર મેળવવા માટેની અરજી અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ફગાવી દેવામાં આવી છે. ફોરમએ મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે અરજદાર પીડિત વ્યક્તિ વતી અસંગઠિત શ્રમિકની (ગ્રાહક) વ્યાખ્યામાં આવે તેવો કોઇ પુરાવો રેકોર્ડ પર પુરવાર કરી શકયા નથી, જેથી સંબંધિત વીમા યોજના હેઠળ ક્લેઇમ મેળવવા હકદાર રહેતા નથી.


Body:ફોરમે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે અરજદાર તેમના પતિ કયા પ્રકારની મજૂરી કામ કરતા હતા તે અંગે કોઈ વિગત રજુ કરેલ નથી. તેથી અરજદાર ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ ક્લેઇમ મેળવવા હકદાર ગણી શકાય નહિ.

અરજદારના વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે આ વીમા યોજના હેઠળ સરકાર દ્વારા ક્લેઈમ ભરવામાં આવે છે. તેથી તેમને યોજનાનો લાભાર્થી એટલે કે ગ્રાહક માનવામાં આવે. ડાયરેક્ટર ઓફ ઇન્શ્યોરન્સ વતી વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે મૃત્યુ પામનાર પતિ મજૂરી કામ કરતા હતા કેમ તે અંગેનો પુરાવો રજૂ કરી શક્યા નથી. જેથી તેમને યોજનાનો લાભ આપી શકાય નહિ.


Conclusion:અગાઉ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા પણ અરજદારની અરજી ફગાવી દેવામાં આવી હતી. રાજકોટ ફોર્મ એ પણ નોંધ્યું હતું કે અરજદાર તેમના પતિ યોજનાના લાભાર્થી એટલે કે ગ્રાહક છે કે કેમ એ અંગેનો પુરાવો રજૂ કરી શક્યા નથી. રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચુકાદાથી નાખુશ અરજદારે તેને અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ અપીલ અરજી કરી હતી.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2011માં મોરબીના લાલપુર ગામના વતની સુરેશ સોલંકી માર્ગ અકસ્માતમાં ડાબો હાથ ગુમાવ્યો હતો. ત્યારબાદ ગુજરાત રાજ્ય સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ વળતર મેળવવા માટે રૂપિયા ૫૦ હજારનું વળતર મેળવવા માટે અરજી કરી હતી પરંતુ રાજ્ય વિમા નિધી હેઠળ તેમની અરજીનો કોઈ જવાબ ન અપાતા તેમણે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ અરજી દાખલ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.