ETV Bharat / state

A'bad Isckon Bridge Accident: તથ્યએ જણાવ્યું એ રાતનું સત્ય, કાર 100ની સ્પીડની ઉપર હતી

author img

By

Published : Jul 21, 2023, 1:54 PM IST

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બુધવારે વહેલી સવારે થયેલા ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. હિટ એન્ડ રનના આરોપી તથ્ય પટેલે આજે પોલીસ સામે અકસ્માત અંગે મોટી કબૂલાત કરી છે. તથ્ય પટેલે પોતાની કાર કેટલી ઝડપથી ચલાવી રહ્યો હતો તે અંગે ખુલાસો કર્યો હતો.

Tathya Patel Hit And Run Case
Tathya Patel Hit And Run Case

આખરે તથ્ય પટેલે કબૂલ્યું કે, હા હું....

અમદાવાદ : બુધવારની વહેલી સવાર 9 પરિવારના લોકો માટે કાળમુખી સવાર સાબિત થઈ હતી. આ તમામ પરિવારના લોકને પોતાના વ્હાલસોયા પુત્રને ગુમાવવો પડ્યો છે. ઇસ્કોન બ્રિજ પર થાર અને ટ્રક અકસ્માત થયો હતો. જ્યાં તેની બચાવ કામગીરી માટે ઉભેલા અન્ય લોકોને એક બેફામ આવતી કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.

શું બોલ્યો તથ્ય ? અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા પિતા-પુત્રને સાથે રાખીને ઘટનાસ્થળે અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તથ્ય પટેલે પોતાની બેફામ ડ્રાઇવિંગથી કારની ટક્કરે 9 જેટલા લોકોના જીવ લીધા હતા. ત્યારે પોલીસ સમક્ષ તેને અકસ્માત અંગેની કબૂલાત પણ કરી હતી. તથ્ય પટેલે કબૂલ્યું હતું કે, મારી ગાડી 120 ની સ્પીડમાં હતી. પરંતુ આગળ શું ઘટના બની હતી તેની મને જાણ ન હતી.

કારમાં બીજું કોણ હતું ? ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સમયે આરોપી તથ્યની સાથે અન્ય પાંચ વ્યક્તિ પણ ગાડીમાં હાજર હતા. આ તમામ નબીરાઓ રાતના 10 વાગ્યાની આસપાસ તેના મિત્ર સાથે મહંમદપુરા રોડ પર આવેલ કોફી શોપ ગયા હતા. હંમેશાની જેમ તેઓ કાર પુરપાટ ઝડપે ચલાવી રહ્યા હતા. પરંતુ અકસ્માત બાદ પાંચેય આરોપી ફરાર થઈ ગયા હતા. આ વ્યક્તિઓમાં ત્રણ યુવતી અને બે યુવક સામેલ છે. જોકે, અકસ્માત બાદ કારમાં સવાર અન્ય ફરાર વ્યક્તિઓ આર્યન પંચાલ, સાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ મોડી સાંજે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યારે પોલીસ દ્વારા તમામ ઘટનાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે.

કારમાં બીજું કોણ હતું ?
કારમાં બીજું કોણ હતું ?
બેટા નંબરી, બાપ 10 નંબરી : ઉલ્લેખનિય છે કે, આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ 10 જેટલા ગુનાઓ દાખલ છે. જેમાં 2020 માં ક્રાઈમ બ્રાન્ચમાં ગેંગરેપનો કેસ, 2020 માં સોલા, 2019 માં વેજલપુર , 2019 માં સરખેજ અને 2012 માં ક્રાઈમ બ્રાન્ચમાં જમીનના કેસ છે. આ ઉપરાંત પ્રગ્નેશ પટેલ વિરુદ્ધ 2020, 2017 અને 2016 માં ખંડણી તેમજ ધમકીના કેસ અને 2019 માં દારૂના કેસ પણ તેની સામે દાખલ કરવામાં આવ્યા છે. આવો ગુનાહિત ઇતિહાસ ધરાવતા પિતા જ પોતાના પુત્રને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું હતું.
  1. Ahmedabad Fatal Accident: ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોનો ભોગ લેનાર આરોપી પુત્ર અને પિતાની ધરપકડ
  2. Ahmedabad Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપીને સાથે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું, કુલ 7 લોકોની ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.