ETV Bharat / state

હંગામી જામીન મેળવવા મહાઠગ સુમિત ભટ્ટનાગરની હાઈકોર્ટમાં અરજી

author img

By

Published : May 14, 2019, 6:40 PM IST

Ahmedabad High court

અમદાવાદઃ વડોદરા સ્થિત DPIL કંપનીના ડાયરેકટર અને 2,654 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર સુમિત ભટનાગરની દિકરીના ધોરણ 10માં વિષય પંસદગી અને સારવાર માટે 4 સપ્તાહ માટે હંગામી જામીન આપવા બાબતે હાઈકોર્ટમાં મંગળવારે અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટીસ વી. પી. પટેલે આ મુદ્દે CBIને રૂલ ઈશ્યુ કરી આ મુદ્દે શુક્રવાર સુધી ખુલાસો માંગ્યો છે.

આરોપી સુમિત ભટ્ટનાગરની દિકરી ડિસ્લેક્ક્ષીયાથી પીડાતી હોવાથી ધોરણ*10ના વિષય પંસદગી માટે અને તેની સારવાર માટે 4 સપ્તાહના જામીન આપવાની માંગ અરજદારના વકીલ અમિત નાયર વતી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. હાઈકોર્ટે સીબીઆઈને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. સીબીઆઈના મૌખિક કે લેખિત વલણ બાદ જ સુમિત ભટ્ટનાગરના વચ્ચગાળા જામીન મંજુર કે ના-મંજુર થશે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

અગાઉ જસ્ટિસ સોનિયા ગોકણીએ સુમિત ભટ્ટનાગરના 12મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી સુધીના વચગાળા જામીન મંજુર કર્યા હતા. સુમિત ભટનાગરની દીકરી ડિસ્લેકક્ષીયાથી પીડાતી હોવાથી તેની સારવાર માટે સુમિત ભટનાગર દ્વારા વચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. સુમિત ભટનાગરની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી જામીન દરમિયાન ઘરેથી શાળા અને હોસ્પિટલ સુધી જવાની છૂટ હાઇકોર્ટે સુમિત ભટનાગરને આપી છે. 27મી જાન્યુઆરીના રોજ જેલ સત્તાધીશોને ફરીવાર રિપોર્ટ કરવાનો હુકમ કોર્ટે સુમિત ભટનાગરને કર્યો હતો.

R_GJ_AHD_08_14_MAY_2019_4_SAPTAH_VACHGADA_JAAMIN_MEDVVA_MAHATHAG_SUMIT_BHATNAGARE_HC_KARI_ARJI_PHOTO STORY_AAQUIB CHHIPA-AHMD


હેડિંગ - 4 સપ્તાહના હંગામી જામીન મેળવવા મહાઠગ સુમિત ભટ્ટનાગરે હાઈકોર્ટમાં અરજી કરી


વડોદરા સ્થિત DPIL કંપનીના ડિરેકટર અને 2654 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર સુમિત ભટનાગરની દિકરીના ધોરણ 10માં વિષય પંસદગી અને સારવાર માટે 4 સપ્તાહ માટે હંગામી જામીન આપવા બાબતે હાઈકોર્ટમાં મંગળવારે અરજી દાખલ કરવામાં આવી હતી.. જસ્ટીસ વી.પી.પટેલે આ મુદે CBIને રૂલ ઈશ્યું કરી આ મુદે શુક્રવાર સુધી ખુલાસો માંગ્યો છે...

આરોપી સુમિત ભટ્ટનાગરની દિકરી ડિસ્લેક્ક્ષીયાથી પીડાતી હોવાથી ધોરણ 10ના વિષય પંસદગી માટે અને તેની સારવાર માટે ચાર સપ્તાહના જામીન આપવામાંની માંગ અરજદારના વકીલ અમિત નાયર વતિ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી..હાઈકોર્ટે સીબીઆઈને આ મુદે પોતાનો વલણ સપષ્ટ કરવા જણાવ્યું હતું. સીબીઆઈના મૌખિક કે લેખિત વલણ બાદ જ સુમિત ભટ્ટનાગરના વચ્ચગાળા જામીન મંજુર કે ના-મંજુર થશે એવી  શક્યતા વ્યકત કરવામાં આવી  રહી છે...


અગાઉ જસ્ટિસ સોનિયા ગોકણીએ સુમિત ભટનાગરના 12મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી સુધીના વચગાળા જામીન મંજુર કર્યા હતા..સુમિત ભટનાગરની દીકરી ડિસ્લેકક્ષીયાથી પીડાતી હોવાથી તેની સારવાર માટે સુમિત ભટનાગર દ્વારા વચગાળા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી...સુમિત ભટનાગરની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી જામીન દરમિયાન ઘરેથી શાળા અને હોસ્પિટલ સુધી જવાની છૂટ હાઇકોર્ટે સુમિત ભટનાગરને આપી છે. 27મી જાન્યુઆરીના રોજ જેલ સત્તાધીશોને ફરીવાર રિપોર્ટ કરવાનો હુકમ કોર્ટે સુમિત ભટનાગરને કર્યો હતો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.