ETV Bharat / state

CR Patil Birthday : AMC કરશે સીઆર પાટીલના જન્મદિવસની ઉજવણી, 6800 વૃક્ષો વાવવામાં આવશે

author img

By

Published : Mar 15, 2023, 9:54 PM IST

સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે 16 માર્ચે અલગ અલગ કાર્યક્રમનું આયોજન
સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે 16 માર્ચે અલગ અલગ કાર્યક્રમનું આયોજન

ભાજપ પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે 16 માર્ચે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેમાં એક જ જગ્યા પર 6800 જેટલા વૃક્ષો અને 68 વડનું મિયાવાકી પદ્ધતિથી ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત 6800 જેટલા બાળકોને પણ અમૂલ દૂધની બોટલ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વિતરણ કરવામાં આવશે.

સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે 16 માર્ચે અલગ અલગ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન દેશના વડાપ્રધાન જન્મદિવસની નિમિત્તે ખાસ વૃક્ષો વાવીને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે 16 માર્ચે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાર્ટીનો 68મો જન્મદિવસ હોવાથી 6000 જેટલા વૃક્ષો મિયાવાંકી પદ્ધતિથી ઉછેરવામાં આવશે.

પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસની ઉજવણી: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાર્ટીનો જન્મદિવસ છે. તેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા ખાતે સી.આર.પાટીલનો 68મો જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે 6800 વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત 68 જેટલા વડનું પણ વાવેતર કરવામાં આવશે. જે તમામ વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વાવવાનું નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: AMC Tax Income: ટેક્સ દ્વારા 1553.23 કરોડની રકમથી કોર્પોરેશનની તિજોરી છલકાઈ

6800 બાળકોને દૂધની બોટલ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અભ્યાસ કરતા 6,800 જેટલા બાળકોને ઘાટલોડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે અમુલ દૂધની બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરના 48 વોર્ડની એક આંગણવાડીના બાળકોને પાપા પગલી નામની પુસ્તિકા આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોન જન્મ એક એક મેડિકલ કેમ્પ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat Budget Session 2023: એકપણ સરકારી શાળાને 2 વર્ષમાં મંજૂરી ના આપી, 108 ખાનગી શાળાને મંજૂરી

વધુ એક ઓક્સિજન પાર્ક: ઉલ્લેખનીય છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે પણ મોટી સંખ્યામાં પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓક્સિજન પાર્ક પણ શરૂ કરવામાં આવ્યા છે. વધુ એક ગુજરાતના ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાર્ટીના જન્મદિવસ નિમિત્તે એક જ જગ્યા પર 6800 જેટલા વૃક્ષો વાવીને એક વધુ એક નવો ઓક્સિજન પાર્ક પણ તૈયાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.