ETV Bharat / state

AMC Tax Income: ટેક્સ દ્વારા 1553.23 કરોડની રકમથી કોર્પોરેશનની તિજોરી છલકાઈ

author img

By

Published : Mar 15, 2023, 7:43 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સ વસૂલી રંગ લાવી રહી છે. એએમસીને ટેક્સ દ્વારા ઐતિહાસિક આવક થઇ રહી છે.જેમાં 1553.23 કરોડની રકમ તો માત્ર ટેક્સ વસૂલીમાં મળી હોવાનું સામે આવ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1574.51 કરોડ રૂપિયા આવક થયેલ છે

AMC Tax Income : એએમસીને ટેક્સ દ્વારા ઐતિહાસિક આવક, 1553.23 કરોડની રકમ તો માત્ર ટેક્સ વસૂલીમાં મળી
AMC Tax Income : એએમસીને ટેક્સ દ્વારા ઐતિહાસિક આવક, 1553.23 કરોડની રકમ તો માત્ર ટેક્સ વસૂલીમાં મળી

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગની આ વખતે ઐતિહાસિક ટેક્સની રકમ પ્રાપ્ત થઈ રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 1553.23 કરોડની જેટલી માત્ર રકમ ટેક્સ દ્વારા પ્રાપ્ત થઈ છે. જ્યારે મોટા કરદાતાઓ જે ટેક્સ રકમ ભરી નથી તેવા લોકોની 1418 મિલકતોને સીલ કરવામાં આવી છે. સોસાયટી અને ચાલીની અંદર પણ ટેક્સ કલેક્શન વાન દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે.

સીલ કરવાની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી બાકી નીકળતા ટેક્સ સામે લાલ આંખ કરી છે. જે મોટી રકમ ધરાવતા કરદાતાઓ છે તેમની મિલકતો પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બાકીના રહેના લોકોને પણ અલગ અલગ રીતે સોસાયટી કે ચાલીમાં જઈને પણ જાહેરાત કરવામાં આવી રહી છે અને વધુમાં વધુ લોકોને ટેક્સ ભરે અને શહેરના વિકાસમાં પોતાનો ફાળો આપે તે માટે અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો AMC Tax Income: કરદાતાઓએ ભર્યો 128 કરોડનો ટેક્સ, AMCએ કરી હતી લાલઆંખ

ટેક્સ ક્લેશન વાન કાર્યરત રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ ETV BHARAT સાથે ટેલિફોનની વાતચીત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા નાગરિકો સહેલાથી ટેક્સ ભરી શકે તે માટે તમામ ઝોનમાં મોબાઇલ ટેક્સ કલેક્શન વાન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાદ વિસ્તારમાં આવતા તમામ સોસાયટી, ચાલી, ગામતળ જેવા તમામ વિસ્તારની અંદર મોબાઈલ ટેક્સ કલેક્શન પહોંચે છે. ત્યાં જ તેનો ટેક્સ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મોબાઇલ ટેક્સ કલેક્શન વાન સોસાયટી સોસાયટીમાં ફરીને દરેકને જાહેરાત કરવામાં આવી રહી છે. લોકો વધુમાં વધુ ટેક્સ રકમ ભરે અને સીલીંગ જેવી કાર્યવાહીથી બચી શકે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઐતિહાસિક આવક વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌથી વધુ 1553.23 કરોડની આવક થયેલ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 1574.51 કરોડ રૂપિયા આવક થઇ છે. આવનારા દિવસોમાં પણ ટેક્સની આવક ખૂબ જ વધુ થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે . જેમાં 2021-22માં પ્રોપર્ટી ટેક્સની આવક 2226.33, પ્રોફેશનલ ટેક્સમાં 195.33 અને વિહિકલ ટેક્સમાં 131.58 એમ કુલ મળીને 1553.23 કરોડની આવક થઈ હતી. જ્યારે 2022-23માં પ્રોપર્ટી ટેક્સમાં 1214.39 પ્રોફેશનલ ટેક્સમાં 194.57 અને 175.156 એમ કુલ મળીને અત્યાર સુધીમાં 1574.51 કરોડની આવક થઈ છે.

આ પણ વાંચો Ahmedabad Protest: અદાણીના ટેક્સ બાબતે કોર્પોરેશનના બજેટ સત્રમાં ભારે હંગામો

સૌથી વધુ પૂર્વ ઝોનમાં મિલકત સીલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટેક્સ રકમ બાકી છે. તેવા કરતા માટે કરવામાં આવી રહી છે. પરંતુ જે લોકો મોટી રકમ બાકી છે તેવા લોકોની સેલિંગ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી કુલ 14118 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે. જેમાંથી સૌથી વધુ પૂર્વ ઝોનમાં 4561 મિલકતોને સીલ કરવામાં આવી છે.દરેક ઝોન દીઠ વાત કરવામાં આવે તો મધ્ય જૂનમાં 923, ઉત્તર ઝોનમાં 556, દક્ષિણ ઝોનમાં 2110, પૂર્વ ઝોનમાં 4565 , પશ્ચિમ ઝોનમાં 2605 ઉત્તર પશ્ચિમ ઝોન 1759, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1600 આમ કુલ મળીને 14118 મિલકતો સીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.