ETV Bharat / state

Sabarmati river pollution:AMCએ ટેકસટાઇલ યુનિટોની લીધેલા સેમ્પલ ફેઈલ, પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ

author img

By

Published : Dec 16, 2021, 5:43 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં(Ahmedabad Municipal Corporation) પ્રજાના કામોની ચર્ચા ઓછી અને વિવાદો વધુ રહેલા હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court )સાબરમતી નદીને પ્રદુષિત(Sabarmati river pollution) કરતી એક અરજી થઈ હતી. જેમાં HCએ AMCની ઝાટકણી કાઢી હતી.ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ ઊંઘ માંથી જાગી ગયેલ AMC દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ વિવિધ એકમોમાં પાણી ટ્રીટ કર્યા વગર જ છોડવાનું બહાર આવતા પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર પ્રહારો કર્યા છે.

Sabarmati river pollution:AMCએ ટેકસટાઇલ યુનિટોની લીધેલા સેમ્પલ ફેઈલ, પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ
Sabarmati river pollution:AMCએ ટેકસટાઇલ યુનિટોની લીધેલા સેમ્પલ ફેઈલ, પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation)પ્રજાના કામોની ચર્ચા ઓછી અને વિવાદો વધુ રહેલા હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીને પ્રદુષિત (Pollution of Sabarmati river) કરતી એક અરજી થઈ હતી. જેમાં HCએ AMCની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ વિવિધ એકમોમાં પાણી ટ્રીટ કર્યા વગર જ છોડવાનું બહાર આવતા પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ (Former Leader of the Opposition in the ruling party)પર પ્રહારો કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક મહિનાઓથી કોઈ ને કોઈક મુદ્દાઓને લઈ વિવાદમાં રહેતી આવી છે.ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ જ અધિકારીઓ અને સત્તાધીશોની આંખો ઊઘડે છે. ત્યારે સાબરમતી નદીને પ્રદુષિત (Sabarmati river pollution)કરતી એક અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court ) AMCની ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ ઊંઘ માંથી જાગી ગયેલ AMC દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જો.કે સાબરમતી નદીમાં વિવિધ ટેક્ષટાઈલ્સ યુનિટો દ્વારા છોડવામાં આવતું પાણી ટ્રીટ કર્યા વગર જ છોડવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

Sabarmati river pollution:AMCએ ટેકસટાઇલ યુનિટોની લીધેલા સેમ્પલ ફેઈલ, પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ

ઇન્ડસ્ટ્રીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણીને શુદ્ધ કરી છોડવાનું હોય

નિયમો અનુસાર ઇન્ડસ્ટ્રીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણીને શુદ્ધ કરી છોડવાનું હોય છે. તેના માટે થઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યા છે. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીના પાણી અંગેના જે સેમ્પલ લેવામાં આવ્યા તે સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે.

25 ટેક્સટાઈલ યુનિટમાં પેરામીટર ન જળવતા હોવાનું બહાર આવ્યું

અમદાવાદ શહેરના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં આવેલા 25 ટેક્સટાઈલ યુનિટમાં પેરામીટર ન જળવતા હોવાનું બહાર આવ્યું છે.જેમાં કલર, BOD, CODનું પ્રમાણ વધુ આવ્યું હોવાનું ખુલ્યું છે. તો બીજી તરફ રહી વાત આવા એકમો સામે કાર્યવાહી કરવાની તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેમ્પલ લેવાયા તેના પરિણામની વાત કરીએ તો નીચે પ્રમાણે રહેલા છે.

પેરામીટર / GPCB સ્ટાન્ડર્ડ / ETP ટ્રીટેડ સેમ્પલ પરિણામ

કલર 100- 150--1800
પી.એચ 6.5- -8.5 -7.5--11
એસ.એલ 100- 35--1000
ટીડીએસ 2100 -1340--5100
બી.ઑ.ડી 30 -50--400
સી.ઑ.ડી 250 -300--1500
પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર કર્યા પ્રહાર

આમ પરિણામો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે GPCBના નિયમનું પાલન થઈ રહ્યું નથી, તેમાં મોટાપાયે ઝેરી તત્વોના સેમ્પલ જોવા મળ્યા છે. ત્યારે રહી રહીને પણ જાગેલા કોર્પોરેશનના તંત્રે કાર્યવાહી કરી ત્યારે સવાલએ થાય કે મોટા પાયે ઝેરી કેમિકલ નદીમાં ગયા તેનું શું? જો.કે આ બાબતને લઈ વિપક્ષે શાસક પક્ષની ઘોર ટીકા કરી છે અને અધિકારીઓની રહેમ નજર હેઠળ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચોઃ પેટલાદ પાસે આવેલ આલ્ફા વુડ ઇન્ડસ્ટ્રીઝમાં લાગી ભીષણ આગ

આ પણ વાંચોઃ Delhi Republic Day Parade 2022: ગુજરાતના 57 NCC કેડેટ્સ દિલ્હી પ્રજાસત્તાક દિન પરેડમાં ભાગ લેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.