ETV Bharat / state

અમદાવાદના પોપ્યુલર RJ ધ્વનિતનો મંત્રઃ મનગમતુ કામ કરો અને પોતાની જાત સાથે કનેક્ટ થાવ

author img

By

Published : Apr 23, 2020, 7:14 PM IST

Updated : Apr 23, 2020, 8:54 PM IST

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર પછી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં બીજો નંબર આવી ગયો છે. કોરોનાના વધતાં જતા કેસને પગલે લોકોમાં ડર પેસી ગયો છે. પણ નેગેટિવીટી બહાર કાઢી નાંખો, અને તમે ઘરમાં રહો, સુરક્ષિત રહો…નો મંત્ર અપનાવો. આમ કહી રહ્યા છે રેડિયો મિર્ચી 98.3 એફએમના આરજે ધ્વનિત, આવો આપણે પણ સાંભળીએ

ો
RJ ધ્વનિતનો મંત્રઃ મનગમતુ કામ કરો અને પોતાની જાત સાથે કનેક્ટ થાવ

અમદાવાદઃ RJ ધ્વનિતે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'મારી વિનંતી છે કે, આપણે આપણી જાતને જાત સાથે કનેક્ટ કરીએ. સોશિયલ મીડિયામાં જે ફોરવર્ડ મેસેજ આવે છે, તેની ચકાસણી કરીને પછી જ ફોરવર્ડ કરો. વ્હોટસઅપમાં આવતાં મેસેજ અફવા ફેલાવાનું કામ કરતાં હોય છે, માટે મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરો. પોઝિટિવ રહો. લૉક ડાઉનમાં હું ગુજરાતી તમામ સેલિબ્રિટી સાથે ઈન્સ્ટા પર લાઈવ અંતાક્ષરી કરી રહ્યો છું. મે કોરોનાના યોદ્ધાઓ ડૉકટર અને કોરોના પેસન્ટ સાથે વાત કરી, તે વાતો આપણને જીવન જીવવાનું બળ આપે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ પોઝિટિવ રહેવાની વાતો કરે છે, તેનાથી મને નવું બળ મળે છે. આ બધુ તમે જોજો. અને તમને પણ નવો જોમ અને જુસ્સો મળશે.'

RJ ધ્વનિતનો મંત્રઃ મનગમતુ કામ કરો અને પોતાની જાત સાથે કનેક્ટ થાવ
ધ્વનિતે ઉમેર્યુ હતું કે,'લૉકડાઉનમાં મે શું કર્યું તે જણાવું તો ઘરમાં બધા કચરા પોતા અને ઘરના કામ કરે છે, તે તો કરું છું, પણ તેની સાથે કીચનમાં મને ભાવતી વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું છે. કુકીંગ મારી મનગમતી પ્રવૃતિ છે. રસોઈ શો શરૂ કરી દીધો છે. જે તમે સોશિયલ મીડિયા પર જોઈ શકો છો. મને ખૂબ આનંદ આવે છે, લૉક ડાઉનમાં હું મારી જાત સાથે કનેક્ટ થયો છું. અને મને એમ લાગે છે કે મારો નવો જન્મ થયો છે.'
Last Updated : Apr 23, 2020, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.