ETV Bharat / state

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મોકૂફ રાખવાના પત્ર અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું

author img

By

Published : Dec 21, 2022, 9:57 PM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi ) દ્વારા ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra ) કાઢવામાં આવી રહી છે. જેને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ પ્રોટોકોલ પર રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા મોકૂફ (Postpone Bharat Jodo Yatra ) રાખવા સૂચન કર્યું હતું જે બાદ કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન (Amit Chavda statement )સામે આવ્યું છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મોકૂફ રાખવાના પત્ર અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મોકૂફ રાખવાના પત્ર અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું

કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

અમદાવાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ પ્રોટોકોલ પર રાહુલ ગાંધી (Rahul Gandhi ) ને ભારત જોડો યાત્રા મોકૂફ (Postpone Bharat Jodo Yatra ) રાખવા સૂચન કર્યું હતું જે બાદ કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ (Amit Chavda statement ) જણાવ્યું હતું કે, આપણે સૌ કોઈએ કોરોનાનો કપરો કાળ જોયો છે. જ્યારે તમામ ઇન્ટરનેશનલ અને નેશનલ ફ્લાઇટ અને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરી રહી હતી.

આ પણ વાંચો વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટનો કેસ જોવા મળ્યો, કમિશનરની અપીલ સાંભળો

ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરાવો અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એ લોકોની ગંભીર અને ગુનાહિત બેદરકારીના કારણે ગુજરાતમાં આપણે સૌ કોઈ કોરોનાનો ભોગ બન્યા હતા. મારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે જ્યારે ચાઇનામાં અને અન્ય દેશોમાં કોરોનાના ગંભીર પ્રકારના વેરિયન્ટ જોવા મળી રહ્યા છે ત્યારે સૌથી પહેલા ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરવામાં આવે. તમામ લોકોને અસરકારક રીતે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવે.

આ પણ વાંચો ગુજરાતમાં કોરોનાના 20 કેસ એક્ટિવ છે, સરકારે કરી આ અપીલ

બહારથી યાત્રીઓ આવે એમની ચકાસણી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, માત્ર રાજકીય રીતે લોકોને બદનામ (Rahul Gandhi )કરવા માટે થઈને લોકોને ટાર્ગેટ કરવા માટે થઈને પત્ર લખીને (Postpone Bharat Jodo Yatra ) રાજનીતિ ન થાય. કોરોના સામે લડવા માટે તમામે એક થવું પડશે. તમામ લોકોને એની ગાઈડ લાઈનનો અમલ કરવા માટે સરકારી એના જે પણ અમલદારો છે એને સૂચના આપવી પડશે. સરકારને જવાબદારી છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરવામાં આવે અને જે પણ બહારથી યાત્રીઓ આવે એમની ચકાસણી કરીને પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે. એવી તમામ પ્રકારની તકેદારી સરકાર રાખે એવી મારી વિનંતી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.