ETV Bharat / state

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર-પ્રભારીને હાઈકમાન્ડનું તેડું

author img

By

Published : Dec 22, 2022, 10:15 PM IST

નવી દિલ્હીમાં એઆઈસીસીના તમામ નેતાઓની મહત્ત્વની બેઠક (Congress meeting in Delhi ) મળવા જઇ રહી છે. જેને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર (state president Jagdish Thakor )અને પ્રભારી રઘુ શર્મા(Raghu Sharma ) ને હાઈ કમાન્ડનું તેડું આવ્યું છે. કોંગ્રેસ (Congress )ના આ બંને નેતા શુક્રવારે દિલ્હી જવા રવાના થશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારીને હાઈ કમાન્ડનું તેડું, કરશે મહત્વની બેઠક
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારીને હાઈ કમાન્ડનું તેડું, કરશે મહત્વની બેઠક

ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 જ સીટ મેળવનાર કોંગ્રેસના એક સાંધતા તેર તૂટી રહ્યાં છે. કોંગ્રેસનું વિપક્ષનું સ્થાન પણ અત્યારે ભય સ્થાને છે. જોકે હવે ગુજરાતમાં કોંગ્રેસ ફરીથી બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે અને નવેસરથી એકડો ઘૂંટવાની તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી આવતીકાલે દિલ્હી જવા રવાના થવાના છે. જગદીશ ઠાકોર ( Congress state president Jagdish Thakor )અને રઘુ શર્મા (Raghu Sharma )ને દિલ્હીથી હાઈ કમાન્ડનું તેડું આવ્યું છે.

આ પણ વાંચો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મોકૂફ રાખવાના પત્ર અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું

હાથ સે હાથ જોડો અભિયાન કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra )પછી હવે હાથ સે હાથ જોડો અભિયાન ( Congress hath se hath jodo campaign)અંતર્ગત દિલ્હીમાં બેઠક મળવા જઈ રહી છે. જેને લઈને હાઈ કમાન્ડને મળશે. એઆઈસીસીના તમામ નેતાઓ સાથે બેઠક (Congress meeting in Delhi ) કરવામાં આવશે અને એ બેઠકમાં યાત્રાનો રૂટ અને તારીખ નક્કી કરી સમગ્ર રણનીતિ તૈયાર કરવામાં આવશે. અત્રે એ મહત્વનું છે કે 2024માં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024 )આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેમાં હવે ભારત જોડો યાત્રા બાદ હાથ સે હાથ જોડો અભિયાન સમગ્ર ગુજરાતની સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો કોંગ્રેસનો નવેસરથી એકડો ઘૂંટવાની તૈયારી, હાથ સે હાથ જોડે કરશે અભિયાન

રાહુલ ગાંધીની યાત્રા પર રાજકારણ અત્રે નોંધનીય છે કે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને (Rahul Gandhi Bharat Jodo Yatra ) લઈને પત્ર લખ્યો હતો જેના લીધે રાજકારણ ગરમાયું હતું. ત્યારબાદ હવે અત્યારે કોરોનાના કેસો ફરીથી એક્ટિવ થતા કે કોરોનાના કેસ વધશે તો આ યાત્રા પાછી પણ ઠેલાઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.