ETV Bharat / state

સરખેજમાં ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું, અનેક લોકોના જીવ બચ્યા

author img

By

Published : Dec 29, 2022, 7:15 PM IST

અમદાવાદના સરખેજમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનું ગોડાઉન (Chinese cord godown seized in Sarkhej) ઝડપાયું છે. ચાઈનીઝ દોરીનું ગોડાઉન સાથે સરખેજ પોલીસે એક શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Ahmedabad Chinese cord godown)

સરખેજમાં ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું, અનેક લોકોના જીવ બચ્યા
સરખેજમાં ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું, અનેક લોકોના જીવ બચ્યા

સરખેજમાં ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું

અમદાવાદ : ઉતરાયણના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, તેવામાં લાલચુ (Chinese cord godown seized in Sarkhej) વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણની પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોવાથી શહેર પોલીસે અલગ અલગ વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ હેરાફેરી તેમજ તેને લગતી કોઈપણ પ્રવૃત્તિ કરતા શખ્સોને પકડવાની કામગીરી તેજ કરી છે. તેવામાં સરખેજ પોલીસે ચાઈનીઝ દોરીનું આખેઆખું ગોડાઉન પકડી પાડ્યું છે અને લાખો રૂપિયાની કિંમતની ચાઈનીઝ દોરીના ટેલર સાથે એક યુવકની ધરપકડ કરી છે.(Ahmedabad Chinese cord godown)

2520 ચાઇના દોરીના ટેલરો વાહનચાલકો અને પક્ષીઓ માટે જીવતા બોમ્બ સમાન ચાઈનીઝ દોરીને અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ નેટવર્કના ઊંડાણ સુધી પોલીસ પહોંચી શકતી નથી. તેવામાં સરખેજ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે સરખેજ ફતેવાડી સફવાન પાર્ક, મહમદ ફ્લેટની નીચે આવેલી દુકાનમાંથી 2520 જેટલા પ્રતિબંધિત ચાઇના દોરીના ટેલરો જેની કિંમત 2 લાખ 54 હજારથી વધુ થાય છે, અને અન્ય ચીજ વસ્તુઓ સાથે અબ્દુલગની અબ્દુલહમીદ શેખ નામના યુવકની ધરપકડ કરી છે. (Ahmedabad Crime News)

આ પણ વાંચો Injured In Uttarayan 2022: બાઇક પર જઇ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી કપાયું ગળું, લેવા પડ્યા 15થી વધુ ટાંકા

સરખેજ પોલીસે જીવ બચાવ્યા પકડાયેલા આરોપી સામે સરખેજ પોલીસ મથકે જાહેરનામા ભંગનો (Sarkhej Police) ગુનો દાખલ કરીને આ દોરી તે ક્યાંથી લાવ્યો હતો કેટલા સમયથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો અને આ સમગ્ર નેટવર્કમાં તેની સાથે કેટલા લોકો સામેલ છે. તે દિશામાં તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વ અને તે પહેલાના દિવસોમાં ચાઈનીઝ દોરીના લીધે અનેક ટુ વહીલર ચાલકોને અકસ્માતમાં ગંભીર ઈજાઓ અને અમુક કેસમાં મોત પણ થાય છે. સાથે જ પક્ષીઓ હજારોની સંખ્યામાં મોતને ભેટે છે. તેવામાં મોટું ગોડાઉન ઝડપાયા કહી શકાય કે સરખેજ પોલીસે અનેક લોકોના જીવ બચાવ્યા છે. (ban on Chinese lace)

આ પણ વાંચો પાટનગરના નાગરિકોને ચાઈનીઝ દોરીથી બચાવવા મામલતદારે ગ્રાહક બની પાડી રેડ

ચાઈનીઝ દોરીના ટેલર પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, મહેસાણાના કડીના રહેવાસી (Tailors of China Lace) ભગવાન નામના શખ્સે આ ચાઈનીઝ દોરીના ટેલરો તેને મોકલ્યા હતા. જેથી પોલીસે સપ્લાયરને પકડવા માટેની કવાયત પણ તેજ કરી છે. આ અંગે સરખેજ પોલીસ મથકના PI વી.જે ચાવડાએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બાતમીના આધારે ચાઈનીઝ દોરીના ટેલરનું ગોડાઉન ઝડપાયું છે અને સપ્લાયરને પકડવા માટે અન્ય ટીમો કામે લગાડવામાં આવી છે. સપ્લાયર પકડાયા બાદ આ નેટવર્કના વધુ ખુલાસો સામે આવશે. (Makar Sankranti in Ahmedabad)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.