ETV Bharat / state

સિક્યોરિટી ગાર્ડમાં નોકરી કરવી હોય તો પહેલા ચોરી કરો : મિત્રની સલાહ

author img

By

Published : Feb 26, 2022, 12:57 PM IST

Updated : Feb 26, 2022, 1:46 PM IST

મટોડા મોરૈયા રેલવે સ્ટેશનના ટ્રેનના પાટા (Moraiya Matola Railway Track) ઉઘાડીને ફેંકી દેનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓએ નોકરી મેળવવા માટે આટલો મોટો પ્લાન ઘડ્યો હતો.

સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરવી હોય તો પહેલા ચોરી કરો : મિત્રની સલાહ
સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરવી હોય તો પહેલા ચોરી કરો : મિત્રની સલાહ

અમદાવાદ : મટોડા મોરૈયા રેલવે સ્ટેશનના ટ્રેનના પાટાને (Moraiya Matola Railway Track) નુકસાન કરનાર 3 આરોપીની રેલવે પોલીસે ધરપકડ કરી છે. મોરૈયા થી મટોડા વચ્ચેના 100 મીટરના વિસ્તારમાં 134 સલેપાટના 268 એન્કર ઉઘાડી નાખવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓ નોકરી મેળવવા પ્લાન કાઢ્યો હતો. ગાંધીગ્રામ બોટાદ વચ્ચે નાખવામાં (Sabarmati Botad Railway Track Anchor) આવેલી નવી રેલવે લાઇન પાટાના સલેપાટ અને એંકર અજાણ્યા શખ્સોએ ખોલી નાખ્યા હતા. જે સમય સૂચકતા મોટી ઘટના ઘટતા રહી ગઇ હતી.

મટોડા મોરૈયા રેલવે સ્ટેશનના ટ્રેનના પાટા ફેંકી દેનાર આરોપીની ધરપકડ

નોકરી મેળવવા પ્લાન ઘડ્યો હતો

21 મી ફેબ્રુઆરીના રોજ જ્યારે રેલવેના કર્મચારીઓ ટ્રેક પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમણે મોરૈયાથી મટોડા વચ્ચેના 100 મીટરના વિસ્તારમાં 134 સલેપાટના 268 એન્કર ઉઘાડી આજુબાજુના ઝારી ઝાખરામા ફેંકી દીધા હોવાનું માલુમ પડ્યું હતું. તેને લઈને રેલવે પોલીસ આરોપીને પકડવા (Operation of Moraiya Matoda Railway) કામે લાગી હતી. અને આ ગુનામાં રેલવે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ શખ્સો પર તપાસ કરવામાં આવી તો ખબર પડી કે, આ ત્રણે આરોપી નોકરી માટે આટલો મોટો પ્લાન ઘડ્યો હતો.

આ પણ વાંચોઃ Gothan Hazira Broad Gauge Railway: ગોથાણ-હજીરા ન્યુ બ્રોડગેજ રેલવે લાઈનને લઇને વિવાદ, ખેડૂતો દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયાનો વિરોધ

ત્રણેય આરોપીઓ એક જ ગામના

આ ત્રણેય આરોપીઓ સાણંદમાં રહે છે. જેવોના નામ પ્રહલાદ મકવાણા, પરબત ચુનારા, સંદીપ મકવાણા છે. પ્રહલાદએ રેલવે ટ્રેકની દેખરેખ રાખતી પાર્થ સિક્યોરિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. પરબત અને સંદીપ નોકરીની શોધમાં હતા. ત્યારે તેમનો ભેટો પ્રહલાદ મકવાણા સાથે થયો હતો. પ્રહલાદએ આ બને તેના મિત્રોને હાલમાં સિક્યોરિટીમાં નોકરી ખાલી નથી પણ મટોળા ગેટ નંબર 45/C થી મોરયા રેલવે સ્ટેશન તરફ હાલમાં કોઈ સિક્યુરિટી ફાળવેલી નથી. જેથી તમે પાટા પર લાગેલા એન્કર કાઢી નાંખો તો રેલવે વાળા સિક્યુરિટી મુકશે. તમને સિક્યુરિટીમાં નોકરી મળી જશે. પ્રહલાદના કહેવાથી પરબત અને સંદીપ બંને આરોપીએ રેલવે પાટાના 134 સ્લેપાટના 268 એન્કર કલીપ કાઢી નાખ્યાં હતાં. તેને લઈને રેલવે પોલીસે તમામ ત્રણે (Arrest of Accused of Stealing Railway Property) આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: બિહાર સંપર્ક ક્રાંતિ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, આગ પર કાબૂ મેળવાયો

Last Updated : Feb 26, 2022, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.