ETV Bharat / state

ઉત્તરાયણ પર પોળની આગાશીના ભાવ લાખને પાર, ભાડામાંથી આવક

author img

By

Published : Jan 14, 2023, 9:11 AM IST

જાણો ઉતરાયણ પર પોળની આગાશીના ભાવ, અહીં પતંગ ચગાવવા આખા ગુજરાતમાંથી લોકો આવે છે
જાણો ઉતરાયણ પર પોળની આગાશીના ભાવ, અહીં પતંગ ચગાવવા આખા ગુજરાતમાંથી લોકો આવે છે

ઉતરાયણની ઉજવણી માટે દેશ વિદેશથી લોકો અમદાવાદ શહેરના કોટ વિસ્તારની અંદર આવતા હોય છે. આ કોટ વિસ્તારના મકાનોના ધાબા ભાડે આપવામાં આવતા હોય છે જેનું ભાડું રૂપિયા 15,000 થી લઈને રૂપિયા 1 લાખ poeple of ahmedabad pol give tarace on rant )સુધીનું હોય છે. જેના લીધે બોર્ડના લોકોને રોજગારીની નવી તકોનું સર્જન થયું છે.

અમદાવાદઃ ઉતરાયણ શબ્દ આવે એટલે જ અમદાવાદની ઉતરાયણ યાદ આવે છે. એમાં ખાસ કરીને અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી પોળો. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત ભરમાંથી લોકો અહીંયા ઉતરાયણ કરવા આવે છે. બોલીવુડના કલાકારો સહિતના લોકો પણ અમદાવાદ ઉત્તરાયણ કરવા માટે સ્પેશ્યલ આવતા હોય છે ત્યારે પોળમાં વસતા લોકો પણ પોતાની અગાસી એક દિવસ માટે ભાડે આપીને સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યા છે.

જાણો ઉતરાયણ પર પોળની આગાશીના ભાવ, અહીં પતંગ ચગાવવા આખા ગુજરાતમાંથી લોકો આવે છે

નવેમ્બરમાં બુકિંગ શરૂ: લોકોએ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઉતરાયણ ની ઉજવણી માટે નવેમ્બર મહિનાથી જ બુકિંગ શરૂ કરી દેવામાં આવતું હોય છે જ્યારે ઘણા લોકો ઓગસ્ટ માંથી પણ ઇન્કવાયરી શરૂ કરી દે છે. શરૂઆતમાં 10,000 થી ભાડું લેવામાં આવે છે પરંતુ જેમ જેમ ઉત્તરાયણ નજીક આવે છે ત્યારે તેનું ભાડું પણ વધારો થાય છે એટલે કહી શકાય કે 10 હજારથી 1 લાખ સુધીનું ભાડું હોય છે. જેમાં પણ અમુક પ્રકારના પેકેજ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Makar Sankranti 2023: આ રીતે ઉજવવામાં આવે છે રાજ્યોમાં મકર સંક્રાંતિ, દક્ષિણ ભારતની પરંપરાઓ છે ખાસ

ભોજન સાથેના પેકેજ: બિંદુ સોની etv bharat સાથે વધુમાં જણાવ્યું હતું કે પરિવારમાંથી કેટલા લોકો આ પેકેજનો લાભ લે છે. અને પેકેજના વધારે તેમની સુવિધા નક્કી કરવામાં આવે છે. જેમાં સવારે ચા ,નાસ્તો બપોરે ઊંધિયું, પૂરી , જલેબીનું ભોજન બપોરે ભોજન અને રાત્રે પણ ભોજન આપવામાં આવે છે આ ઉપરાંત તલની અને સિંગની ચીકી લાડુ ધાબા ઉપર ડીજે સેટ,માઈક અને બેસવા માટેની ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે ઘણી જગ્યાએ ભોજન વિનાના પેકેજ પણ આપવામાં આવે છે.

રોજગારનું સર્જન થયું: ઉત્તરાયન દિવસે આવી રીતે એક દિવસ ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું રોજગારીનું સર્જન થયું છે. અનેક જગ્યાએ જમવા સાથેના પેકેજ આપવામાં આવે છે. જેમાં પતંગ ચગાવનારને અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે અને તેમાં પણ ફુલ ડે અને હાફ ડે પ્રમાણે પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ધાબા ભાડે આપવાનું ચલણ વધુ હોવાથી બોર્ડમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સર્જન થયું છે..

આ પણ વાંચો: Makar Sankranti 2023 : ઉત્તરાયણને ધ્યાનમાં રાખી 108ના 218 જેટલા કર્મયોગીઓ તૈયાર

85 ધાબા બૂક: અમદાવાદ શહેરમાં ખાડિયા માનવીની પોળ રાયપુર સારંગપુર સાંકડી શેરી સહિત અત્યારે 85 જેટલા તાંબા બુક થઈ ગયા છે. અને તેમ છતાં હજુ પણ ધાબા માટે ઇન્કવાયરી આવે છે અને લોકો વધારે ભાડું આપીને પણ ધાબા બુક કરાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના બે વર્ષ બાદ ગાઇડલાઇન વિના ઉત્તરાયણ ઉજવવામાં આવી રહી છે ત્યારે આ વખતે પણ શનિવાર અને રવિવાર બે રજા આવતી હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.(makar sankrati 2023)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.