ETV Bharat / state

Harsh Sanghvi Lok darbar: વ્યાજખોરોથી પીડિતોને ન્યાય અપાવવાની કામગીરી વખાણી

author img

By

Published : Jan 27, 2023, 8:04 PM IST

Harsh Sanghvi in Lok darbar : ત્વરિત નિર્ણય લઈને વ્યાજખોરોથી પીડિતોને ન્યાય અપાવવાની કામગીરી વખાણી
Harsh Sanghvi in Lok darbar : ત્વરિત નિર્ણય લઈને વ્યાજખોરોથી પીડિતોને ન્યાય અપાવવાની કામગીરી વખાણી

અમદાવાદ શહેર પોલીસ અને બેંકોના સંયુક્ત ઉપક્રમે લોક દરબાર (Lok Darbar of Ahmedabad Police )કાર્યક્રમ આયોજિત થયો હતો. વ્યાજખોરીના દૂષણમાં (Ahmedabad Crime )સપડાયેલા પીડિતોની મદદ માટેના આ કાર્યક્રમમાં અમદાવાદના સાતેય ઝોનમાંથી વ્યાજખોરોના આતંકનો(Terror of usurers ) ભોગ બનેલા લોકો હાજર રહ્યા હતાં. તો ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi in Lok darbar )પણ અહીં હાજરી આપી હતી.

વ્યાજખોરોથી પીડિત લોકોની ફરિયાદો સાંભળી

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદની વિવિધ બેંકો દ્વારા વ્યાજખોરો સામેનું એક આજ લોક દરબારનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરના સાતેય ઝોનના વ્યાજખોરનો ભોગ બનેલા લોકો હાજર રહ્યા હતા. સાથે બેંકો દ્વારા પણ 10 હજાર કે 20 હજાર વગર વ્યાજે લોન આપવાનું પણ નક્કી કર્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતાં.

વ્યાજખોરી પર કાબૂ મેળવવાના પ્રયાસો : છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે વ્યાજે લીધી રકમ સમયસર પૂરી ન કરતા ડબલ રકમ વસૂલવામાં આવી હોવાથી અનેક વ્યાજખોરો સામે પોલીસ કેસ થયાની માહિતી સામે જોવા મળી આવતી હતી. તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા આવા લોકોને ધાકધમકી પણ આપવામાં આવતી હોય છે. અમદાવાદ શહેર પોલીસ અને બેંકોના સંયુક્ત ઉપક્રમે લોક દરબાર યોજાયો હતો. જેમાં સમસ્યા સામે પગલાં લેવા અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્વરિત નિર્ણય લેવાય છે : રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદ શહેરના નાગરિકો માટે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક દરબાર એટલા માટે વિશેષ છે કારણ કે આ લોક દરબારમાં માત્ર ફરિયાદીઓની ફરિયાદ નથી. ફરિયાદીઓની ફરિયાદ સાંભળીને ત્વરિત નિર્ણય લઈને એને ન્યાય અપાવવાની કામગીરીની શરૂઆત અમદાવાદ પોલીસે કરી છે. આજના આ લોક દરબારમાં અમદાવાદ શહેરમાં આવેલ સાતેય ઝોનમાં લોકો અહીંયા આવ્યા છે. પોતાની ફરિયાદ પોલીસ કર્મચારીને જણાવી રહ્યા છે.

આ પણ વાંચો Ahmedabad Usury : 40 ટકા સુધીનું વ્યાજ વસૂલતા વ્યાજખોરો, નિવૃત Dyspના પુત્ર સહિત 3 ઝડપાયા

સમગ્ર ગુજરાતમાં લોકદરબારનું આયોજન : વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા હાલમાં ગુજરાતભરમાં સામાન્ય નાગરિકો કે કોઈ ગરીબ વ્યક્તિ પોતાનો વેપાર ચલાવવા માટે, ઘરનું ગુજરાત ચલાવવા માટે નાની મોટી તકલીફોનો સામનો કરવા માટે કોઈ એક બીજા પર વિશ્વાસ કરીને નાની-મોટી રકમ વ્યાજે લે છે. નાની મોટી રકમની સામને એની ઉપર સહી ના શકે એ પ્રકારનું વ્યાજ લગાવે છે. આ ઉપરાંત કોરા સ્ટેમ્પ પેપર ઉપર સહીલે છે અથવા કોરા ચેકો પર સાઇન કરીને કબજે કરે છે. આવા સામાન્ય અને ગરીબ નાગરિકોને ક્યાંકને ક્યાંક એ વ્યાજખોરો દૂષણમાં ફસાઈ જાય છે.એ માત્ર વ્યક્તિગત રીતે વ્યાજખોરો દૂષણ ફસાઇ જતો નથી પરંતુ આખા પરિવારની સામાજિક પરિસ્થિતિ બગડી જાય એ પ્રકારની પરિસ્થિતિ વ્યાજખોરો આવા પરિવારો માટે ઊભી કરી નાખતા હોય છે.

આ પણ વાંચો હર્ષ સંઘવીની વ્યાજખોરોને લલકાર, 100 દિવસમાં શોધી શોધીને થશે ફરિયાદો

વિવિધ યોજનાનો લાભ મળ્યો : અમદાવાદમાં આજે એક વિશિષ્ટ પ્રયાસ થયો છે. આ પ્રયાસ આખા ગુજરાતમાં આજે ચાલી રહ્યો છે. ખાસ કરીને આજના લોક દરબારમાં અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાજના ત્રાસમાં ફસાયેલા લોકોની ફરિયાદો તો લીધી જ છે. પરંતુ બધી બેંકોને સાથે રાખીને સ્વનિધી યોજના, મુદ્રા યોજના, શ્રમ યોજના આ બધી યોજનાના માધ્યમથી આ મધ્યમવર્ગીય પરિવારોને લોન અપાવવાનું કામ આજે ગુજરાત સરકારે હાથમાં લીધું છે. ગુજરાતમાં લાખો પરિવાર એવા છે જે લારી, નાની મોટી દુકાન, દરજીકામ,મોચી કામ જેવા નાના કામો કરીને જે લોકો પોતાનું ઘર ચલાવે છે. એવા પરિવારોને વ્યાજખોરના ચક્કરમાંથી બહાર આવવાનું અને કોઈ ગેરંટી કે સિબિલ સ્કોર જોયા વિના 10 હજાર કે 20 હજારની લોન બેંકો એમને ધીરાણ કરે છે. આ ધીરાણના કારણે આજે આ સામાન્ય નાગરિકો વ્યાજના ચક્રમાંથી બહાર આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.