ETV Bharat / state

હર્ષ સંઘવીની વ્યાજખોરોને લલકાર, 100 દિવસમાં શોધી શોધીને થશે ફરિયાદો

author img

By

Published : Jan 8, 2023, 7:10 PM IST

ગુજરાતભરમાં તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા એક અઠવડિયાથી વ્યાજખોરો સામે મુહિમ (rid of usurers 100 days campaign) ચાલુ કરવામાં આવી છે. 100 દિવસમાં વ્યાજખોરીમાંથી મુક્તિ જ સરકારનું મિશન (rid of usurers 100 days campaign) છે. તમામ સિનિયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ બાબતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત અનેક પરિવારોને વ્યાજમાંથી મુક્ત થવાનો મોકો મળ્યો છે. (harsh sanghavi birthday)

ગુજરાતના અનેક પરિવારોને વ્યાજખારોના ચૂગલોમાંથી મુકત થવાનો એક મોકો મળ્યો છે.
ગુજરાતના અનેક પરિવારોને વ્યાજખારોના ચૂગલોમાંથી મુકત થવાનો એક મોકો મળ્યો છે.

ગુજરાતના અનેક પરિવારોને વ્યાજખારોના ચૂગલોમાંથી મુકત થવાનો એક મોકો મળ્યો છે.

સુરત: ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મદિવસ (harsh sanghavi birthday) નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન અલથાણ ખાતેના કાર્યક્રમમાં તેમણે પોલીસની બે મુહિમ પર મહત્ત્વનાં નિવેદન આપ્યાં હતાં. ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી વ્યાજખોરો સામે એક મુહિમ (rid of usurers 100 days campaign) ચાલુ કરવામાં આવી છે. આ મુહિમ આવતીકાલથી પ્રજાની વચ્ચે જઈ રહી છે. (rid of usurers 100 days campaign)

લોકો વચ્ચે જશે મુહિમ: વ્યાજખોરો સામેની આ મુહિમમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, ઉત્તર ગુજરાત હોય તમામ જગ્યાઓ ઉપર આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારોને વ્યાજખારોના ચૂગલોમાંથી મુકત થવાનો એક મોકો મળ્યો છે. આવનારું એક અઠવાડિયું આ મુહિમને હજુ વધુ તેજી પકડાય તે માટે લોકો વચ્ચે જાય તે માટે ગત અઠવાડિયે ગુજરાત પોલીસની બેઠકમાં તમામ જિલ્લાઓને એક સૂચન કર્યું છે કે ગુજરાત પોલીસના તમામ સિનિયર અધિકારીઓ પી.આઇ, ડીવાયએસપી, ડીસીપી, અને મહાનગર હોય તો કમિશનર સુધી અલગ અલગ વિસ્તારમાં જશે. સામાન્ય માણસને પોલીસ સ્ટેશન સુધી આવું ન પડે તે માટે પોલીસ પ્રજા વચ્ચે કઈ રીતે પહોંચી શકે, શાકભાજી માર્કેટ કાં તો પછી કોમ્યુનિટી હોલ હોય કે પછી સામાજિક અલગ અલગ વ્યવસ્થાઓ હોય એ બેઠકોમાં ત્યાંના નાગરિકો પાસેથી અલગ-અલગ આ પ્રકારની માહિતીઓ લઈને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જૈનોના આંદોલન મુદ્દે ટાસ્ક ફોર્સના સભ્યોની જાહેરાત, 8 સભ્યોને અપાયો હવાલો

વ્યાજખોરોના ત્રાસમાંથી મળશે મુક્તિ: ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વ્યાજખોરોને લઈને જણાવ્યું હતું કે આ મુહિમ આવતીકાલથી પ્રજાની વચ્ચે જઈ રહી છે. આ એક અઠવાડિયામાં આપણે લોકોને શોધી શોધીને તે લોકો પાસેથી ફરિયાદ નોંધાવી હતી. હવેનું અઠવાડિયું અમારા ગુજરાત પોલીસના સિનિયર પોલીસ ઓફિસર એ લોકો વચ્ચે જશે. લોકો દરબારમાં જાહેરમાં ફરિયાદ લઇ આવા વ્યાજખોરો સામેની આ લડાઈ ને મજૂબ બનાવીશું. હું ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે, જો કોઈ વ્યાજખોર તમને હેરાન ગતિ કરતું હોય તો કોઈ પ્રકારનો ડર તમે રાખતા નહીં. આ તમામ લોકોને પહોંચી વાળવા માટે અને મારા જેવા સૌ નાગરિકોને આ ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે ગુજરાત પોલીસે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પેહલા 100 દિવસની કામગીરીમાં આ સૌથી મહત્વની કામગીરી કરી છે.

આ પણ વાંચો: મોરબીમાં વ્યાજખોરોનો આતંક, પઠાણી ઉઘરાણી કરી યુવકને મારવાની ધમકીની ફરિયાદ નોંધાઇ

ચાઈનીઝ દોરા સામેની મુહિમ: મકરસંક્રાંતિનો તહેવાર હોય એટલે ગુજરાતના નગરીકો તે દિવસે ગાયને ચારો ખવડાવતા હોઈએ છીએ. દયા, ધર્મ અને સેવા જોડે આપણે ઉતરાયણનો તહેવાર ઉજવતા હોઈએ છીએ. રંગભીરંગી પતંગ જરૂર ચગતા હોય છે. પતંગોના પેચ લાગતા હોય છે. પરંતુ તે પેચ હંમેશા ભાઈબંધીમાં લાગતા હોય છે.એ પેચ કોઈનો જીવ લઈલે તેવા પ્રકારનો શોખ રાખવો જોઈએ નહીં. ચાઈનીઝ દોરા સામેની મુહિમમાં ગુજરાત પોલીસ દ્વારા તમામ શહેર અને જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ મહત્વના પગલાંઓ ભર્યા છે. પરંતુ મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છેકે, પતંગ ઉડાઓનો શોખ એ જરૂરથી હોવા જોઈએ. રંગભી રંગી પતંગોથી આખું આકાશ ભરાઈ જાય એ આપણો ઉત્સવ છે. પરંતુ આ રંગભીરંગી પતંગો ચગાવતા પેચ કાપતા કોઈનું જીવન ના જતું રહે કોઈના પરિવારની પસ્થિતિના બગડી જાય તેના વિશે પણ આપ સૌ વિચારજો. પોલીસ આ કાયદાને અમલ કરવા માટે શક્તિથી કામ જરૂરથી કરશે. પરંતુ આપ લોકો પણ આ મોહિમના પોલીસને મદદગાર બનો એવી અમારી વિનંતી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.