ETV Bharat / state

Assembly Elections in UP : ઉત્તર પ્રદેશમાં યોગીને વોટ આપવા અમદાવાદથી લખાઈ રહ્યા છે પત્રો

author img

By

Published : Jan 26, 2022, 7:40 PM IST

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને (Assembly Elections in UP) લઈને અમદાવાદ કામે લાગી ગયું છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને જીતાડવામાં માટે ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપાઈ છે. અમદાવાદમાં ભાજપ (BJP in UP Elections in Ahmedabad) બેઠક યોજી ઉત્તરપ્રદેશના લોકોને યોગીને વોટ આપવા આપીલ કરાવી રહ્યુ છે.

Assembly Elections in UP : ઉત્તર પ્રદેશમાં યોગીને વોટ આપવા અમદાવાદથી લખાઈ રહ્યા છે પત્રો
Assembly Elections in UP : ઉત્તર પ્રદેશમાં યોગીને વોટ આપવા અમદાવાદથી લખાઈ રહ્યા છે પત્રો

અમદાવાદ : કેન્દ્રમાં સરકાર રચવા માટે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો દબદબો છે. તેનું મહત્વ ભાજપ જાણે છે. ફેબ્રુઆરી મહિનામાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ(Assembly Elections in UP) છે. તેને જોતા અમદાવાદ પણ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને જીતાડવામાં કામે લાગી ગયુ છે. અમદાવાદમાં વસતા ઉત્તરપ્રદેશના લોકો સાથે બેઠક યોજીને ભાજપ (BJP in UP Elections in Ahmedabad) તેમના વતનના સ્વજનોને મોદી અને યોગીના નામે વોટ આપવા આપીલ કરાવી રહ્યુ છે.

ભાજપનું પોસ્ટકાર્ડ અભિયાન

ઉત્તર પ્રદેશમાં યોગીને વોટ આપવા અમદાવાદથી લખાઈ રહ્યા છે પત્રો

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓમાં 71 સીટોની જવાબદારી ગુજરાત ભાજપના 165 જેટલા નેતાઓને સોંપાઈ છે. તેઓ પણ સીધી રીતે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ સાથે જોડાયેલા છે. ગુજરાતમાંથી ભાજપના કાર્યકરો ઉત્તર પ્રદેશના પ્રચાર માટે પણ જાય છે. અમદાવાદમાં ઉત્તરપ્રદેશના ઘણા લોકો રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના આ લોકો પત્ર, ટેલિફોન, સોશિયલ મીડિયા દ્વારા તેમના ગામના સરપંચ અને કુટુંબીજનો યોગી આદિત્યનાથને વોટ (Appeal to Vote for Yogi Adityanath) આપે તેવી અપીલ અભિયાન ભાજપ ચલાવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ Uttar Pradesh Assembly Election 2022: હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યો, ચૂંટણી આવતાં જ ED અને CBIના દરોડા થવા લાગે

અમદાવાદના આ વિસ્તારોમાં ઉતરપ્રદેશના લોકો વધુ

અમદાવાદમાં બાપુનગર, અમરાઇવાડી અને ખોખરા જેવા વિસ્તારોમાં ઉત્તર પ્રદેશના લોકોની વસ્તી(Population of UP in Ahmedabad) વધુ છે. ગુજરાતમાં જેમને કામ અને સુવિધાઓ મળી છે. તેમ ઉત્તર પ્રદેશમાં પણ વિકાસ સતત ચાલુ રહે તેવી અપીલ કરાય રહી છે.

આ પણ વાંચોઃ RPN Singh Joins BJP: ભાજપમાં શામેલ થયા આરપીએન સિંહ, ગિન્નાયેલી કોંગ્રેસે ગણાવ્યા 'કાયર'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.