ETV Bharat / bharat

PM Modi BJP Workers Talk : વડાપ્રધાન આજે ભાજપના કાર્યકરો સાથે કરશે સંવાદ

author img

By

Published : Jan 25, 2022, 9:10 AM IST

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly elections 2022) માટે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. પ્રથમ મતદાન 10 ફેબ્રુઆરીએ થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી પાર્ટીની વ્યૂહરચના સમજાવવા અને માર્ગદર્શન આપવા માટે ભાજપના કાર્યકર્તાઓ (pm modi bjp workers talk) સાથે સંવાદ કરશે.

Assembly elections 2022: વડાપ્રધાન મોદીનો ભાજપના કાર્યકરો સાથે સંવાદ
Assembly elections 2022: વડાપ્રધાન મોદીનો ભાજપના કાર્યકરો સાથે સંવાદ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને (Assembly elections 2022) ધ્યાનમાં રાખીને ચાલી રહેલા પ્રચારની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દેશભરના ભારતીય જનતા પાર્ટીના (BJP) કાર્યકરો સાથે વાતચીત કરશે. ભાજપે સોમવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરી હતી.

Assembly elections 2022: વડાપ્રધાન મોદીનો ભાજપના કાર્યકરો સાથે સંવાદ
Assembly elections 2022: વડાપ્રધાન મોદીનો ભાજપના કાર્યકરો સાથે સંવાદ

PM મોદી નમો એપ દ્વારા દેશભરના બીજેપી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે નમો એપ (PM Modi bjp workers namo app dialogue) (ઓડિયો) દ્વારા દેશભરના બીજેપી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે.'

વિધાનસભાની ચૂંટણીઓ મોદી મેદાને

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવામાં મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે. મણિપુરમાં બે તબક્કામાં અને ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં એક તબક્કામાં મતદાન થશે.

31 જાન્યુઆરી સુધી જાહેર સભાઓ પર પ્રતિબંધ

વડાપ્રધાને તાજેતરમાં નમો એપ દ્વારા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના કાર્યકરો સાથે વાતચીત કરી હતી. ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીના (Assembly elections 2022) કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ પાર્ટીના કાર્યકરો સાથે મોદીનો આ પ્રથમ રાજકીય કાર્યક્રમ હતો. વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચે કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 31 જાન્યુઆરી સુધી જાહેર સભાઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો:

ASSEMBLY ELECTIONS 2022 LIVE UPDATE: યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત

5 States Assembly Elections : ચૂંટણી પંચની મોટી જાહેરાત, આજે કરશે 5 રાજ્યના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.