ETV Bharat / state

IPL 2023: સ્ટેડિયમમાં ઉમટ્યો માનવ મહેરામણ, પોતાની ટીમને સમર્થન આપવા પહોંચ્યા ચાહકો

author img

By

Published : Mar 31, 2023, 6:32 PM IST

આજથી શરૂ થઈ રહેલ IPL 2023 દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શકો પોતાના શરીર પર અલગ અલગ અલગ પ્રકારના પેન્ટિંગ કરીને પોતાની ટીમને સમર્થન આપવા પહોચી ગયા છે.

પોતાની ટીમને સમર્થન આપવા
પોતાની ટીમને સમર્થન આપવા

પ્રથમ મેચને લઈ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ

અમદાવાદ: TATA IPL 2023ની ઓપનિંગ સેરેમનીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા છે. બપોરના 3:30 વાગ્યાથી સ્ટેડિયમ પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ઓપનિંગ સેરેમની બાદ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે.

પોતાની ટીમને સમર્થન આપવા પહોચ્યા દર્શકો
પોતાની ટીમને સમર્થન આપવા પહોચ્યા દર્શકો

દર્શકો ભારે ઉત્સાહિત: સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં દર્શકો અલગ અલગ પહેરવેશ ઉપરાંત પોતાના શરીર પર પેન્ટિંગ કરીને પહોંચ્યા હતા. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની ચાહકોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણ જોવા મળી રહી છે. આજની મેચમાં સ્ટેડિયમ હાઉસ ફૂલ જોવા મળી રહ્યું છે. મહેન્દ્ર સિંહ ધોની એક વર્ષ બાદ આજ ક્રિકેટની પીચ પર રમવા ઉતરશે. જેને જોવા માટે પણ દર્શકો ભારે ઉત્સાહિત છે.

ધોનીના ફેન્સમાં ઉત્સાહ: આજની મેચ ભલે ગુજરાત ટાઇટન્સ હોમ ગ્રાઉન્ડ નરેદ્ર મોદી સ્ટેડિયમ રમતી હોય પણ દર્શકોમાં ચેન્નઈ સુપર કિંગ્સને લઈ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેથી આજની મેચમાં ગુજરાત ટાઇટન્સને નહી પણ ચેન્નઈ સુપર કિંગ્સ હોમ ગ્રાઉન્ડ જેવા દ્રશ્યો સામે જોવા મળી આવ્યા છે.

આ પણ વાંચો: IPL 2023 New Rule: આ નવા નિયમોથી ખેલાડીઓ અને એમ્પાયર વચ્ચે નહી થાય ઝધડો

રોમાચંક હશે મેચ: દર્શકોનું માનવું છે કે ગત વર્ષ ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સ હારી ગઇ જાય પણ આ વખતે જો ચેન્નઈ સુપર કિંગ્સ જ જીતશે. આજ મેદાનમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ રમશે તેવું અમને લાગી રહ્યું છે. કારણ કે બને ટીમમાં મેચ વિનર ખેલાડી જોવા મળી રહ્યા છે. ગમે સમયે મેચની બાકી પલટી શકે તેમ છે. જેના કારણે આજની મેચ પણ હાઇસ્કોરિંગ થાય તેવી શક્યતા જોવા મળશે.

આ પણ વાંચો: IPL 2023: ટાટા IPLની પ્રથમ મેચ આજે સાંજે 7.30 વાગ્યે થશે શરૂ, શું વરસાદ બનશે વિલંબ

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: ઉલ્લેખનીય છે કે સ્ટેડિયમમાં કે સ્ટેડિયમ બહાર કોઈ અનિછીનિય ધટના ના બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. સાથે સતત રોડ પર પેટ્રોલનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. 7:30 કલાકે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે પહેલી મેચ શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.