ETV Bharat / state

IPFT Seminar: પેસ્ટીસાઈડ ફોર્મ્યુલેસનમાં કેમિકલની માત્રા ઘટાડવામાં આવશે

author img

By

Published : Mar 25, 2022, 7:40 PM IST

અમદાવાદના IPFTના ડાયરેકટ અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીના લોકો વચ્ચે સેમિનાર(IPFT Seminar) યોજાયો હતો. જેમાં પેસ્ટિસાઈડના કારણે થતા(Institute of Pesticide Formulation Technology)રોગો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્ટિસાઈડ મેન્યુફેક્ચરિંગમાં ટેકનોલોજીના ઉપયોગ કરીને કેમિકલનો ઘટાડો કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને નુકસાન ન થાય તે તકેદારી રાખવા પણ જણાવ્યું હતું.
IPFT Seminar: પેસ્ટીસાઈડ ફોર્મ્યુલેસનમાં કેમિકલની માત્રા ઘટાડવામાં આવશે
IPFT Seminar: પેસ્ટીસાઈડ ફોર્મ્યુલેસનમાં કેમિકલની માત્રા ઘટાડવામાં આવશે

અમદાવાદઃ શહેરમાં આજે ભારત સરકાર હસ્તકની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેસ્ટીસાઈડ ફોર્મ્યુલેશન (Technology in Pesticide Manufacturing)ટેકનોલોજીના ડાયરેક્ટર દ્વારા એક સેમિનાર યોજવામાં (IPFT Seminar) આવ્યો હતો. આ સેમિનારમાં રાજ્યના પેસ્ટીસાઈડ ફોર્મ્યુલેશન કરતી કંપનીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ સેમિનારમાં પેસ્ટી સાઈડમાં કેમિકલની માત્રા ઘટાડવા અંગે તથા ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

IPFT સેમિનાર

ઇન્ડસ્ટ્રીના લોકો વચ્ચે સેમિનાર યોજાયો - જેમાં સવારથી અમદાવાદના IPFTના ડાયરેકટ અને (Institute of Pesticide Formulation Technology)અલગ અલગ ઇન્ડસ્ટ્રીના લોકો વચ્ચે સેમિનાર યોજાયો હતો. અત્યારે પેસ્ટિસાઈડના કારણે થતા રોગો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને પેસ્ટિસાઈડ મેન્યુફેક્ચરિંગમાં ટેકનોલોજીના ઉપયોગ કરીને કેમિકલનો ઘટાડો કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને નુકસાન ન થાય તે તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીમાં આવતા પ્રશ્નોના નિવારણ પણ ડાયરેકટર દ્વારા આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે પાટણમાં સેમિનાર યોજાયો

કેમિકલનું પ્રમાણ ઘટાડી અન્ય વસ્તુઓ ઉમેરવામાં આવશે - IPFT ના ડાયરેકટર જીતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં થયેલ રિસર્ચના આધારે હવે પેસ્ટિસાઈડ મેન્યુફેક્ચરિંગ તથા ફોર્મ્યુલેશન માં સુધારો કરીને તેમાં કેમિકલનું પ્રમાણ ઘટાડી અન્ય વસ્તુઓ ઉમેરવામાં આવશે જેનાથી લોકોના સ્વાસ્થયને જોખમ ઘટે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તથા ખેડૂતોને પેસ્ટિસાઈડ ઉપયોગ કરતા મુશ્કેલી ન થાય તે બાબત ધ્યાનમાં રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ ' આર્થિક પડકારોનો સામનો કરવા માટે CMAની ભૂમિકા’ શીર્ષક પર સેમિનાર યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.