ETV Bharat / state

Gujarat High Courtમાં ચીફ જસ્ટિસ સિવાય અન્ય જજ પણ કોર્ટની કાર્યવાહી પર જીવંત પ્રસારણ કરી શકશે

author img

By

Published : Jul 15, 2021, 10:13 AM IST

ગુજરાત હાઈકોર્ટમાં Chief Justice સિવાય કોઈ પણ અન્ય Justice હાઇકોર્ટની કાર્યવાહીનું યુટ્યુબ ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવા ઈચ્છે છે તો તે કરવામાં આવશે. આ માટેની ઓફિશિયલ શરૂઆત 17 જુલાઇએ સાંજે 5:30 વાગ્યે ભારતના ચીફ જસ્ટીસ (Chief Justice Of India) એન. વી. રમના દ્વારા કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ

  • દેશમાં અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ શરૂ કરનાર Gujarat High Court દેશમાં પ્રથમ
  • ચીફ જસ્ટિસ સિવાય અન્ય જજ પણ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરી શકશે
  • 17 જુલાઈથી ભારતના ચીફ જસ્ટીસ એન. વી. રમના તેનો શુભારંભ કરશે

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) કે જેણે પ્રથમ વખત સમગ્ર દેશમાં કોરોના મહામારી વચ્ચે અપ્રત્યક્ષ સુનાવણીનું યુટ્યુબ ચેનલના માધ્યમથી જીવંત પ્રસારણ કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) હવે વધુ એક કદમ આગળ આવી છે. જો ચીફ જસ્ટિસ સિવાય કોઈ પણ અન્ય જસ્ટિસ હાઇકોર્ટની કાર્યવાહીનું યુટ્યુબ ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવા ઈચ્છે છે તો તે કરવામાં આવશે. આ માટેની ઓફિશિયલ શરૂઆત 17 જુલાઇએ સાંજે 5:30 વાગ્યે ભારતના ચીફ જસ્ટીસ (Chief Justice Of India) એન. વી. રમના દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : દેશમાં સૌપ્રથમ વખત ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીનું યૂ-ટ્યુબ પર સ્ટ્રિમિંગ થશે

26 ઓક્ટોબરથી યુટ્યુબ ચેનલથી ચીફ જસ્ટિસના ખંડપીઠે કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું

અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમગ્ર દેશમાં પ્રથમ છે. જેણે યુટ્યુબ ચેનલ ઉપર અપ્રત્યક્ષ સુનાવણી કરી હતી. વર્ષ 2018માં સ્વપ્નિલ ત્રિપાઠી vs સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે નિર્ણય લેવાયો હતો. જેમાં 26 ઓક્ટોબર 2020થી યુટ્યુબ ચેનલના માધ્યમથી ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ચીફ જસ્ટિસની ખંડપીઠેની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : મુખ્યપ્રધાનના નિવાસસ્થાનેથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે, ફેસબુક પર જીવંત પ્રસારણ કરાશે

17 જુલાઈએ એન. વી. રમના ગુજરાત હાઇકોર્ટના નિર્ણયનું ઇનોગ્રેશન કરશે

17 જુલાઈએ સાંજે 5:30 વાગે ભારતના ચીફ જસ્ટીસ (Chief Justice Of India) એન. વી. રમના વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના નવા નિર્ણયનું ઇનોગ્રેશન (Inauguration) કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.