ETV Bharat / state

મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ થઇ રજૂ

author img

By

Published : Nov 23, 2022, 7:23 PM IST

મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ થઇ રજૂ
મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ થઇ રજૂ

મોરબી બ્રિજ દુર્ઘટના ( Morby Bridge Collapse ) જેવી માનવ સર્જિત કરુણાંતિકાના મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ( Hearing in Gujarat High Court ) યોજાઇ હતી. જેમાં માનવ અધિકાર પંચે દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ( Human Rights Commission Affidavit ) રજૂ કરવામાં આવી હતી. એફિડેવિટમાં થયેલા ખુલાસાઓઓ વિશે આગામી સુનાવણીમાં તથ્યો બહાર આવે તેવી સંભાવનાઓ છે.

અમદાવાદ ગુજરાત રાજ્યમાં અને સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચાવી દેનાર એવી મોરબી બ્રિજ દુર્ઘટનાને ( Morby Bridge Collapse ) મામલાને લઈને હાઇકોર્ટે સુઓમોટો કરી છે. મોરબી દુર્ઘટનાને લઈને ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ( Hearing in Gujarat High Court ) ચાલી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે આજ રોજ માનવ અધિકાર પંચ દ્વારા આ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં એફિડેવિટ ( Human Rights Commission Affidavit ) રજૂ કરવામાં આવી હતી. આ એફિડેવિટમાં અનેક પ્રકારના મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ પણ રહેલી છે.

10થી વધુ પેજનું એફિડેવિટ મળતી માહિતી મુજબ માનવ અધિકાર પંચે મોરબી બ્રિજ દુર્ઘટના ( Morby Bridge Collapse )અંગેનું 10થી વધુ પેજનું એફિડેવિટ બનાવ્યું હતું. જે આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં ( Human Rights Commission Affidavit ) આવ્યું હતું. આવતીકાલે આ મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનાવણી ( Hearing in Gujarat High Court )હાથ ધરવામાં આવશે. આ સાથે જ બ્રિજનું સમારકામ કરનારા ઓરેવા ગ્રુપના માલિક સામે હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા હાઇકોર્ટે નારાજગી પણ દર્શાવી હતી.

ડે ટુડે સુનાવણી અત્રે એ નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટના ( Morby Bridge Collapse ) મામલે ગુજરાત હાઇકોર્ટને ડે ટુડે સુનાવણી કરવા આદેશ આપ્યો છે. ત્યારે કાલે વધુ સુનાવણી ( Hearing in Gujarat High Court )હાથ ધરવામાં આવશે ત્યારે શું ખુલાસાઓ થશે તે ખબર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.