ETV Bharat / state

નિવૃત શિક્ષકના મેડીકલ રિઇમ્બર્સને લઈને હાઇકોર્ટનું મહત્વનું અવલોકન, સરકારને આપ્યો આ આદેશ

author img

By

Published : Sep 1, 2022, 8:33 PM IST

પ્રાથમિક શાળાના એક નિવૃત્ત શિક્ષકને હાઇકોર્ટના આદેશથી મોટી રાહત મળી છે. આ નિવૃત્ત શિક્ષક દ્વારા એક ખાનગી હોસ્પિટલમાં તેમણે પેસમેકર ઈમ્પ્લાન્ટ કરાવ્યું હતું. નિવૃત્ત શિક્ષક દ્વારા રિઇમ્બર્સને માટે અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદાર શિક્ષકની અરજીને મંજૂર રાખતા સરકારને રિઇમ્બર્સ કરી આપવાનો આદેશ કર્યો છે.Medical reimbursement, Gujarat High Court, medical reimbursement to retired teacher

નિવૃત શિક્ષકના મેડીકલ રીએમ્બર્સમેન્ટને લઈને હાઇકોર્ટનો મહત્વનું અવલોકન, સરકારને આપ્યો આ આદેશ
નિવૃત શિક્ષકના મેડીકલ રીએમ્બર્સમેન્ટને લઈને હાઇકોર્ટનો મહત્વનું અવલોકન, સરકારને આપ્યો આ આદેશ

અમદાવાદ પ્રાથમિક શાળાના એક નિવૃત્ત શિક્ષકને ગુજરાત હાઇકોર્ટના (Gujarat High Court)આદેશથી મોટી રાહત મળી છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે, આ કેસમાં હાઇકોર્ટે આદેશ કર્યો છે કે શિક્ષકના પેસમેકર માટેના જે પણ તબીબી ખર્ચ આવે તેને સરકાર દ્વારા જ રિઇમ્બર્સ કરી (High Court order to provide medical reimbursement )આપવામાં આવે એવો હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.

કેસની વિગત આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો એક નિવૃત શિક્ષક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court) રીટ કરવામાં આવી છે. આ નિવૃત્ત શિક્ષક દ્વારા એક ખાનગી હોસ્પિટલમાં તેમણે પેસમેકર ઈમ્પ્લાન્ટ (Application for reimbursement by retired teacher)કરાવ્યું હતું. જેનો અંદાજિત ખર્ચ રૂપિયા 4.17 લાખ જેટલો આવ્યો હતો, તેથી તેમને એક ખર્ચનો રિઇમ્બર્સ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી.

આ પણ વાંચો Chief Justice of HC : HCના ચીફ જસ્ટિસે 'થ્રી ઇડિયટ' ફિલ્મનો ઉલ્લેખ કરી વકીલોને કરી ટકોર

શિક્ષક દ્વારા હાઇકોર્ટમાં અરજી આ અરજીને ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન દ્વારા ફગાવી દેવામાં આવી હતી. એવું કારણ આપવામાં આવ્યું હતું કે ગ્રાન્ટ ઇન એડ સ્કૂલમાં કામ કરતા શિક્ષકો માટે કોઈપણ પ્રકારની રિઇમ્બર્સની નીતિ નથી. તેથી આ અરજીને ફગાવી દેવામાં આવતા શિક્ષક દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી એમાં હાઈકોર્ટમાં એમને રજૂઆત કરતા જણાવ્યું હતું કે તેમના રિઇમ્બર્સ ના મંજૂર કરવાનો નિર્ણય બિલકુલ ગેરકાયદેસર અને અયોગ્ય છે. કેમ કે તેઓ એક નિવૃત્ત શિક્ષક છે અને રાજ્ય સરકાર દ્વારા મળતા પેન્શનનો લાભ પણ તેઓને મળે છે. ગુજરાત સિવિલ સર્વિસિસ રૂલ્સ એટલે કે (મેડિકલ ટ્રીટમેન્ટ )2015 હેઠળ રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારી ગણાઈ શકે છે. તેથી આ લાભ ના પૂરેપૂરા હકદાર છે.

અરજીનો અ સ્વીકાર કરવામાં આવ્યો તે બિલકુલ અયોગ્ય આ સમગ્ર મામલે સુનવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે આ કેસમાં મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના કારણો દર્શાવીને ગ્રાન્ટ ઇન એડ સ્કૂલના પ્રાથમિક શિક્ષકોને મળવા પાત્ર મદદથી ઇનકાર કરી શકાય નહીં. એટલું જ નહીં હાઇકોર્ટે પોતાના ચુકાદો ટાંકતા જણાવ્યું હતું કે અગાઉ જ્યારે અરજદારે આ જ પ્રકારની સારવાર અન્ય હોસ્પિટલમાંથી વર્ષ 2007માં લીધી હતી ત્યારે પણ સરકારે તેમને રીઇમ્બર્સમેન્ટની આપવાનો ઇનકાર કર્યો ન હતો તેથી સરકાર દ્વારા જે પણ આ અરજીનો અ સ્વીકાર કરવામાં આવ્યો છે તે બિલકુલ અયોગ્ય છે.

આ પણ વાંચો રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને આપ્યો આદેશ, યુદ્ધના ધોરણે પગલા લેવા જણાવ્યું

નિવૃત્ત શિક્ષકને મોટી રાહત મહત્વનું છે કે હાઇકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે મેડીકલ રીએમ્બર્સમેન્ટ રાઈટ ટુ લાઈફનો બંધારણે આપેલો અધિકાર છે. કોઈપણ કલ્યાણકારી રાજ્યમાં એના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને હંમેશા પ્રથમ પ્રાધાન્ય મળવું જોઈએ. આ પ્રકારના મહત્વના અવલોકન સાથે હાઇકોર્ટ અરજદાર શિક્ષકની અરજીને મંજૂર રાખતા સરકારને રિઇમ્બર્સ કરી આપવાનો આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતાની સાથે જ નિવૃત્ત શિક્ષકને મોટી રાહત મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.