ETV Bharat / state

Dr Atul Chag Suicide Case : ડોક્ટર ચગના આત્મહત્યા કેસને લઈને  હાઇકોર્ટે ચૂકાદો રાખ્યો અનામત

author img

By

Published : Apr 21, 2023, 4:34 PM IST

ગુજરાત હાઈકોર્ટમાં ડો. અતુલ ચગના આત્મહત્યા કેસને લઈને વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં અરજદાર અને પોલીસના વકીલની રજૂઆત હાઈકોર્ટે સાંભળી હતી. ત્યારે હાલ હાઈકોર્ટે બંન્ને પક્ષની રજૂઆત સાંભળીને ચૂકાદો અનામત રાખ્યો છે.

Dr Atul Chag Suicide Case : ડોક્ટર ચગના આત્મહત્યા કેસને લઈને  હાઇકોર્ટે ચૂકાદો રાખ્યો અનામત
Dr Atul Chag Suicide Case : ડોક્ટર ચગના આત્મહત્યા કેસને લઈને  હાઇકોર્ટે ચૂકાદો રાખ્યો અનામત

અમદાવાદ : ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં તમામ પક્ષનોની દલીલો પૂર્ણ થાય હતી, ત્યારે હવે આગળની કાર્યવાહી શું રહેશે. તે આગામી કાર્યવાહી બાદ ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, વેરાવળના પ્રખ્યાત ડોક્ટર ચગના આત્મહત્યાના કેસમાં વધુ સુનાવણી હાઇકોર્ટમાં હાથ ધરાઈ હતી. ડોક્ટરના આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે 66 દિવસ બાદ ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યો છે. ચગના મૃત્યુ પાછળ જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવા માટે હાઈકોર્ટ કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. ત્યારે સુનાવણીમાં અરજદાર તરફથી વિગતો રજૂ કરવામાં આવી હતી.

અરજદારની રજૂઆત : અરજદારના વકીલ દ્વારા હાઈકોર્ટમાં જે પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. અરજદાર દ્વારા હાઈકોર્ટમાં પોતાના પાવરનો ઉપયોગ કરીને પોલીસ ફરિયાદ નોંધવા માટે નિર્દેશ આપે તેવી રજૂઆત કરી હતી. આ સાથે જે પણ જવાબદાર લોકો છે. તેમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટના હુકમના ભંગ : તો આ કેસમાં બીજી તરફ પોલીસના વકીલ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર દ્વારા જે અરજી કરવામાં આવી છે તે કોર્ટમાં ટકવા પાત્ર નથી. જો સુપ્રીમ કોર્ટના હુકમના ભંગનો આરોગ હોય તો અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. હાઇકોર્ટને આ કેસમાં કન્ટેન્ટ માટેની કાર્યવાહીની કોઈપણ પ્રકારની હકુમત નહીં હોવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : Dr Atul Chag Suicide Case : સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા મુદ્દે પહેલીવાર ખુલાસો કર્યો, ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો

હાઈકોર્ટનો ચૂકાદો : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે અત્યારે ચૂકાદો અનામત રાખ્યો છે. તેમજ આ અરજી હાઇકોર્ટમાં ટકવા પાત્ર છે કે નહીં એ નિર્ણય બાદ પોલીસ ફરિયાદ નોંધવા અંગે સરકાર નિર્ણય લેશે. જોકે આ કેસ પર 25 તારીખ હાઇકોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. ડો. ચગના સમગ્ર કેસની વાત કરવી તો વર્ષ 2023ના 12મી ફેબ્રુઆરીના રોજ વેરાવળના પ્રખ્યાત અને નામના ધરાવતા એવા ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃત્યુની તપાસ કરતા ડોક્ટર પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.

આ પણ વાંચો : Doctor Chug suicide case : હાઇકોર્ટના આદેશ બાદ 66 દિવસે અન્ય આરોપીઓ સહિત સાંસદ રાજેશ ચૂડાસમા સામે ફરિયાદ નોંધાશે

હાઈકોર્ટે મામલો કેસ પહોંચ્યો : આ સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાના કારણે આ આત્મહત્યા કર્યા હોવાની વાત સામે આવી હતી. જોકે સુસાઇડ નોટમાં નામનો ઉલ્લેખ કરેલો હોવા છતાં પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતા ડોક્ટરના પુત્ર હિતાર્થે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે તે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી હતી. આ કેસમાં ફરિયાદ નોંધાતાની સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે મુશ્કેલીઓ વધી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.