ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટે વન કર્મચારીઓને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી

author img

By PTI

Published : Dec 4, 2023, 7:41 PM IST

ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં સ્થાનિક આદિવાસીઓ દ્વારા જંગલની જમીનની ખેતી સંબંધિત મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરતી વખતે કથિત રીતે વન અધિકારીઓને ધમકી આપીને માર માર્યો હતો.

ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી
ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી

અમદાવાદ: વન અધિકારીઓને માર મારવાના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. હાઇકોર્ટે આ કેસમાં તેમને રાહત આપવાનો ઈન્કાર કરતાં આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે, જે તેમના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

ધારાસભ્ય કોર્ટનું કામ ન કરી શકે: આ મામલે હાઈકોર્ટે જણાવ્યું કે જે વ્યક્તિઓને વન વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદ હતી તેમણે કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. આ મુદ્દાના નિરાકરણ માટે ડેડિયાપાડા બેઠકના વિપક્ષી ધારાસભ્ય પાસે વન અધિકારીઓને તેમના ઘરે બોલાવવાની કોઈ સત્તા નહોતી અને તેમણે સમાંતર કોર્ટ ચલાવવી જોઈતી ન હતી. જો કોઈને સમસ્યા હોય, તો તેણે કોર્ટમાં જવું જોઈએ.

શું હતો સમગ્ર મામલો: થોડા દિવસ અગાઉ દેડીયાપાડાના ફુલસર રેન્જમાં કોલિવાડા ગામે રક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર ખેડાણ ન કરવા સમજાવ્યા હતા. આ બનાવની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ધારાસભ્યના નિવાસ સ્થાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા, માર મારવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યુ હતું.

નીચલી કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી: ધારાસભ્યએ ખેડૂતોને ન રોકવાની ધમકી આપી હતી. તેમજ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવા ફરમાન કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ મુદ્દે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નિવેદન કર્યા હતા. જેના આધારે પોલીસે ધારાસભ્ય અને અન્ય ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુંતલાની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. જ્યારે ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા.

  1. માછીમારોને મુક્ત કરાવવાની કામગીરી મંથર ગતિએ, માછીમારોના પરિવારો ભોગવી રહ્યા છે હાલાકી, લાખો રૂપિયાની કિંમતી બોટ પાકિસ્તાનના કબજામાં
  2. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બિનકોંગ્રેસી લોકો દ્વારા દેખાવો, બન્ને પક્ષ વચ્ચે મારામારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.