ETV Bharat / state

High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો

author img

By

Published : Feb 22, 2023, 9:49 PM IST

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તે અંગે હાઈકોર્ટે આજે (બુધવારે) મહત્વનો ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવામાં આવે તે માટે કાયદો બનાવવામાં આવે.

High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો
High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો

HCનો સરકારને આદેશ

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યા હતા. જોકે, સરકારે રાજ્યની શાળાઓમાં ફરજિયાતપણે ગુજરાતી ભણાવવામાં આવશે એવી જાહેરાત કરી છે. ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત કરાશે. તેમ જ જે શાળાઓ ગુજરાતી ભાષા નથી ભણાવતી તેમને દંડ કરાશે. આ અંગે 28મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં બિલ પણ પસાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Morbi Bridge Collapse: હાઈકોર્ટે આપ્યો વચગાળાનો આદેશ, પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા હુકમ

HCનો સરકારને આદેશઃ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે કે, ગુજરાતની તમામ શાળાઓમાં ધોરણ 1થી 8માં ગુજરાતી માતૃભાષા ફરજિયાત ભણાવવી જોઈએ. ત્યારે આજે ગુજરાત સરકારે હાઈકોર્ટેને આશ્વાસન આપ્યું હતું કે ગુજરાત સરકાર ગુજરાતી ભાષા ફરજિયાતપણ ભણાવવા માટે ગુજરાત વિધાનસભામાં બિલ લાવી રહી છે. અને જે શાળાઓ આનો અમલ નહી કરે તેમને દંડ કરાશે. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં 28 ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા ફરજિયાત ભણાવવા મુદ્દે અમે બિલ રજૂ કરીશું.

સરકારના પ્રવક્તા પ્રધાને આપી માહિતીઃ ગુજરાત સરકારના પ્રવકતા પ્રધાન રૂષિકેશ પટેલે સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું કે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મુદ્દે બિલ રજૂ થશે. અને તેનો કડક અમલ કરાશે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે અને બિલ તૈયાર કર્યું છે.

ઘણા સમયથી મુદ્દો ચાલી રહ્યો છેઃ ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી મુદ્દો ચાલી રહ્યો હતો. હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આજે પોતાનો ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ફરજિયાત ભણાવાય તે માટે કાયદો બનાવવામાં આવે. તો આગામી શૈક્ષણિક સત્રથી તમામ બોર્ડની સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવાશે તેવી સરકારે ખાતરી આપી છે. તમામ બાળકોને પોતાના ભાષામાં શિક્ષણ મેળવે તેવો બંધારણીય અધિકાર છે તેવું હાઇકોર્ટ પોતાના હુકમમાં નોંધ્યું છે.

હજી અનેક શાળાઓમાં ગુજરાતી નથી ભણાવાતુંઃ જોકે, હજી પણ એવી ઘણી બધી શાળાઓ છે, જ્યાં ગુજરાતી ભાષા નથી પણ આવવાથી ત્યાં હવે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં ફરજિયાત ભાષા ભણાવવામાં આવે તે માટે કાયદો બનાવવામાં આવે તેવા આદેશ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, પંજાબ અને અન્ય જે રાજ્યો છે, ત્યાં પ્રાથમિક ધોરણોની અંદર ફરજિયાતપણે તેમની જ ભાષા ભણાવવામાં આવે છે. ત્યારે આવો જ નિયમ ગુજરાતમાં પણ લાગુ કરવો જોઈએ. તે પછી કોઈ પણ પ્રકારનું શિક્ષણનું બોર્ડ હોયસ પરંતુ પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે ભણાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat High Court: HCના હુકમ અંગે પીડિતોએ કહ્યું, 10 લાખથી શું થાય, દોષિતને ફાંસીની સજા થવી જોઈએ

સરકારના પરિપત્રનું પાલન કરાશેઃ સુપ્રીમ કોર્ટે પણ ઘણા બધા એવા ચૂકાદામાં નોંધ્યું છે કે, પ્રાથમિક શિક્ષણમાં બાળકોને પોતાની માતૃભાષામાં ભણવાનો અધિકાર છે. તે પ્રકારનો કાયદો ઘડવો જોઈએ. જોકે, કાયદાની વાત એ તો રાજ્ય સરકારના અંદર આવે છે. ત્યારે રાજ્ય સરકારે આ બાબતે નિર્ણય લેવો જોઈએ. અરજદારના વકીલ અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, આપણા જ રાજ્યમાં આપણા જ બાળકો આપણી ભાષા શીખે એ હેતુથી આ પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. આ સમગ્ર સુનાવણી દરમિયાન સરકારે ખાતરી આપી હતી કે, સરકારનો જે પરિપત્ર છે. તેનું અક્ષરસહ પાલન કરવામાં આવશે. જે શાળાઓ કસૂરવાર હશે તેમની સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.