ETV Bharat / state

Morbi Bridge Collapse: હાઈકોર્ટે આપ્યો વચગાળાનો આદેશ, પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા હુકમ

author img

By

Published : Feb 22, 2023, 1:10 PM IST

Updated : Feb 22, 2023, 8:09 PM IST

મોરબી દુર્ઘટના કેસ મામલે વચગાળાને વળતરને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે દરેક મૃતકના પરિવારજનોને જયસુખ પટેલે દસ લાખનું વચગાળાનું વળતર ચૂકવવું પડશે. પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. ઇજાગ્રસ્તોને બે-બે લાખનું વચગાળાનું વળતર ચૂકવવા હાઇકોર્ટે હુકમ આપ્યો છે. જેમના જીવ ગયા છે એમના જીવતો પાછા નહીં આવે અહીં તો માત્ર વળતર ચૂકવવાનો પ્રયાસ થઈ શકે તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.

Gujarat High Court updates
Gujarat High Court updatesGujarat High Court updates

મૃતકોને દસ લાખ અને ઇજાગ્રસ્તોને બે લાખની રકમ ચૂકવવાનો નામદાર ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો આદેશ

અમદાવાદ : મોરબી દુર્ઘટના કેસ મામલે વચગાળાને વળતરને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે દરેક મૃતકના પરિવારજનોને જયસુખ પટેલને દસ લાખનું વચગાળાનું વળતર ચૂકવવું પડશે. પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. ઇજાગ્રસ્તોને બે લાખનું વચગાળાનું વળતર ચૂકવવા હાઇકોર્ટે હુકમ આપ્યો છે. જેમના જીવ ગયા છે એમના જીવતો પાછા નહીં આવે અહીં તો માત્ર વળતર ચૂકવવાનો પ્રયાસ થઈ શકે તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.

માલિકની તૈયારી : જયસુખ પટેલે પાંચ લાખ સુધીનું વળતર આપવાની બતાવી તૈયારી હતી. કોર્ટે કહ્યું આ વળતર પણ હજી ઓછું છે. ત્યારે જયસુખ પટેલના વકીલે જણાવ્યું છે કે અમારી અમુક મર્યાદા છે. હાલ પૂરતુ વચગાળાનું વળતર આ રીતે આપી શકીએ એમ છીએ. રાજ્ય સરકારને HCની ટકોર છે કે દુર્ઘટનામાં કોઈએ સંતાન તો કોઈએ માતા પિતા ગુમાવ્યા છે. આ વળતર તમે કેવી રીતે ચૂકવશો. તેના જવાબમાં સરકારે જણાવ્યું છે કે બેન્ક દ્વારા જ વળતર મળે તેવી વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો મોરબીની ઘટના ભ્રષ્ટાચાર, ગુનાહિત બેદરકારીનું પરિણામ: FSL રિપોર્ટમાં મોટો ખુલાસો

ગુજરાત હાઇકોર્ટનો વચગાળાનો આદેશ: પીડિતોના વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટના અંગે જે સુઓમોટો હાઇકોર્ટમાં ચાલી રહી છે. તેમાંનામદાર ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ રીતે હુકમ કર્યો છે કે, આ ઘટનામાં તમામ રિપોર્ટ ન પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે ઓરેવા ગ્રુપને આદેશ કર્યો છે કે પીડિતોને વળતર ચૂકવવામાં આવ્યો જેમાં મૃતકોને દસ લાખ અને ઇજાગ્રસ્તોને બે લાખની રકમ ચૂકવવાનો નામદાર ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે.

ગત રોજ આ મુદ્દે સુનાવણી થઇ હતી :મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. આ સુઓમોટોના પગલે કોર્ટ દ્વારા રાજ્યમાં આવેલા વિવિધ બ્રિજની સ્થિતિ અંગે માહિતી માંગવામાં આવી હતી. ઉપરાંત મૃતકોના પરિજનોને વળતર ચુકવવા મામલે મંગળવારે રજૂઆતો થઈ હતી. જેમાં મૃતકોના પરિવારજનોએ વળતરને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે જયસુખ પટેલે દ્વારા ઇજાગ્રસ્તોને વધારાના સાડા ત્રણ લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. તો બીજી બાજુ ઓરેવા ગ્રુપ કંપની તરફથી જે વળતર આપવાની તૈયારીઓ દર્શાવી છે એ ઘણી ઓછી છે એવું કોર્ટે માન્યું હતું.

સરકારને પણ બ્રિજ વિશે નીતિ રજૂ કરવાની છે : આ દુર્ઘટના બાદ એડવોકેટ જનરલ દ્વારા રાજ્યમાં આવેલા વિવિધ બ્રીજોને લઈને જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બ્રિજને લઈને જે નીતિ બનાવવામાં આવી રહી છે તે નીતિમાં બ્રિજ પર મોટા વાહનો જશે કે કેમ તે બાબતોને પણ ધ્યાનમાં રાખીને નીતિ બનાવવામાં આવી રહી છે. માર્ચ મહિનાના એક સપ્તાહની અંદર નીતિ વિશે તમામ વિગતો કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. સરકારે કહ્યું કે એક પણ બ્રિજ જર્જરિત ન રહે તે માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. મોરબી જેવી દુર્ઘટના બીજી વખત ના બને તે માટે સરકાર તકેદારીના પૂરતા પગલાં રહી છે તેવી બાંહેધરી પણ રજૂ કરવામાં આવી હતી.

તપાસમાં શું બહાર આવ્યું હતું : ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત થયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેની મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને કરેલી પોતાની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે સવાલ સીધા સિસ્ટમ સામે ઊભા થઈ રહ્યા છે. આ મામલે તંત્રની સામસામે ખો સામે આવી હતી. તપાસ કરી રહેલી આ ટીમે ચોખવટ કરી હતી કે કેબલ પરના લગભગ અડધા વાયર પર કાટ લાગી ગયો હતો. એટલું જ નહીં કેબલના સામા છેડે કરવામાં આવેલા વેલ્ડિગમાં પણ ખામી હતી. પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં જોવા મળેવી ક્ષતિઓનો ઉલ્લેખ કરાયો છે. આઈપીએસ સુભાષ ત્રિવેદી, આઈએએસ રાજકુમાર બેનીવાલ, મુખ્ય ઈજનેર, સચિવ અને અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના પ્રોફેસર SITના સભ્યો હતાં જેમણે આ રીપોર્ટ પર ખાસ ધ્યાન આપ્યું હતું. મોરબી બ્રિજના FSL રીપોર્ટમાં ઓરેવા અને નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી બહાર આવી હતી. ઓરેવા ગ્રુપ કે જેની પાસે પુલની જાળવણી, સંચાલન અને સુરક્ષાનો કોન્ટ્રાક્ટ હતો. 30 ઓક્ટોબરે જે દિવસે પુલ તૂટી પડ્યો હતો તે દિવસે 3,165 ટિકિટ આપવામાં આવી હતી.

22 કેબલો કાટવાળા હોવાનો રીપોર્ટ : મોરબી ઝૂલતા બ્રિજ મુખ્ય કેબલ કે જે 1887માં મચ્છુ નદી પર પૂર્વ શાસકોએ બનાવેલા હતાં એમાંથી એક કેબલમાં કાટ લાગી ગયો હતો. ઓક્ટોબરમાં કેબલ તૂટે તે પહેલા જ તેના લગભગ અડધા વાયર "તૂટેલા હોઈ શકે છે" એ વાતનો ઉલ્લેખ કરાયો હતો. બ્રિજનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો. જેના કારણે આ જીવલેણ દુર્ઘટના બની હતી. દરેક કેબલ સાત સ્ટ્રેન્ડ દ્વારા બનાવવાયા હતા. દરેકમાં સાત સ્ટીલ વાયરનો ઉપયોગ થયેલો છે. આ બ્રિજ તૈયાર કરવા માટે સાત સ્ટ્રેન્ડમાં એક સાથે જોડીને એવા 49 વાયર તૈયાર કરવામાં આવ્યા હતા. રીપોર્ટમાં જણાવાયું હતું કે 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. બાકીના 27 વાયર તાજેતરમાં બનેલી ઘટનામાં તૂટી ગયા હતા. રીનોવેશન કામ દરમિયાન, "જૂના સસ્પેન્ડર્સ (સ્ટીલના સળિયા જે કેબલને પ્લેટફોર્મ ડેક સાથે જોડે છે) નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવ્યા હતાિ. આ પ્રકારના બ્રિજમાં સિંગલ સસ્પેન્ડર્સ હોવા જોઈએ જે ભાર સહન કરવા માટે વપરાય છે.

નગરપાલિકા સુપરસીડ કરવાની હિલચાલ : મોરબી ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટના કેસમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને નોટિસ ફટકારી હતી. આ નોટિસનો જવાબ આપવા પૂરતો સમય મળે તેવી માગણી સાથે મોરબી નગરપાલિકાના સભ્યોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. મોરબીની આ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે જેતે સમયે સુનાવણીમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં કેમ નથી આવી એવા પ્રશ્ન કર્યા હતા. આ સમગ્ર મામલે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટે રાજ્ય સરકારે નગરપાલિકાને શૉ-કોઝ નોટિસ પાઠવી હતી. તેમ જ જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Morbi Bridge Collaspe: દસ્તાવેજોની માંગ કરતા શહેરી વિકાસ વિભાગે 50 પાનાંનો સીટનો રીપોર્ટ સોપ્યો

મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલહવાલે : ઉલ્લેખનીય છે કે, મોરબીના ઐતિહાસિક ઝૂલતા પૂલના રિપેરીંગ અને મેઈન્ટેનન્સની 15 વર્ષ માટેની જવાબદારી ઓરેવા ગૃપને આપવામાં આવી હતી. ઓરેવા ગૃપના માલિક જયસુખ પટેલને આ કેસમાં મુખ્ય આરોપી ગણાવ્યા હતા. મોરબી પોલીસે ઝૂલતા દૂર્ઘટનામાં ત્રણ મહિના બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ જયસુખ પટેલે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. અત્યારે તે જેલહવાલે છે.

જયસુખ પટેલને બચાવવા રાજકીય કાવાદાવા : મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ઓરેવાના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ સહિતના આરોપીઓની ધરપકડ પણ થઇ છે. ત્યારે તેમની સામેની કાર્યવાહીને લઇને સીદસર ઉમિયાધામ (Sidsar Umiyadham )સામે આવ્યું હતું. ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતિયા દ્વારા જયસુખ પટેલનો બચાવકરાયો હતો તો સીદસર ઉમિયાધામ તરફથી પણ બચાવ કરાયો હતો.

શી હતી ઘટના : મોરબીની શાન સમાન ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ના દિવસે તૂટી પડ્યો હતો. હવે આ દુર્ઘટનાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે. આ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની પણ ધરપકડ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સમારકામ બાદ નવા વર્ષે આ બ્રિજ લોકો માટે ખૂલ્લો મુકાયો હતો. ત્યારબાદ માત્ર 6 જ દિવસમાં આ બ્રિજ તૂટી પડતાં 130થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. નદીમાં પડેલ લોકોની શોધખોળ માટે 5 દિવસ સુધી રેસ્ક્યુ વર્ક ચાલ્યું હતું.30 ઓક્ટોબરની સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા રાત્રિના રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપી હતી. તેમ જ પૂલ તૂટી પડતા નીચે નદી હોવાથી પાણીમાં અનેક લોકો પડ્યા હતાં જેથી 5 દિવસ સુધી રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન કરીને વધુ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતાં.

Last Updated :Feb 22, 2023, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.