ETV Bharat / state

Habeas Corpus Case : માતા-પિતાએ હેબિયર્સ કોપર્સ પાછી ખેંચવા કહેતા હાઈકોર્ટ નારાજ

author img

By

Published : Feb 23, 2022, 9:40 AM IST

Habeas Corpus Case : માતા-પિતાએ હેબિયર્સ કોપર્સ પાછી ખેંચવા કહેતા હાઈકોર્ટ નારાજ
Habeas Corpus Case : માતા-પિતાએ હેબિયર્સ કોપર્સ પાછી ખેંચવા કહેતા હાઈકોર્ટ નારાજ

15 વર્ષની દીકરીને શોધવા હાઈકોર્ટમાં માતાપિતાએ કરેલી હેબિયર્સ કોર્પસ પાછી ખેંચાતા (Habeas Corpus Case in Ahmedabad) હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી. કોર્ટે કહ્યું કે, તમારે દીકરીની જરૂર ન હોય તો કંઈ નહી અમારે ગુનેગારની જરૂર છે.

અમદાવાદ : 15 વર્ષની દીકરીને શોધવા હાઈકોર્ટમાં માતાપિતાએ કરેલી હેબિયસ કોર્પસ (Habeas Corpus Case in Ahmedabad) પાછી ખેંચાતા હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી. દીકરીએ લગ્ન કરી લેતાં રિટ પાછી ખેંચવા દાદ માગી હતી. આ સાથે જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે ટકોર કરી હતી કે, દીકરીએ ભલે લગ્ન કરી લીધા હોય પણ તે જ્યારે ગુમ થઇ ત્યારે સગીરા હોવાથી તેને ભગાડી જનાર સામે ગુનો મટી જતો નથી. દીકરી અત્યારે ભલે પુખ્ત વયની છે. પરંતુ જ્યારે ભાગી ગઈ ત્યારે તેની ઉંમર લગ્ન કરવાને લાયક ન હતી. આપણે એવો સમાજ નથી બનાવવો.

"તમારે દીકરીની જરૂર પણ અમારે ગુનેગારની જરૂર છે"

ખંડપીઠે પોલીસ તપાસ પાછી ખેંચવાનો ઇનકાર કરીને એવી ટકોર કરી હતી કે, તમારે દીકરીની જરૂર ન હોય તો કંઈ નહી અમારે ગુનેગારની જરૂર છે. પોલીસ તેની કાર્યવાહી કરશે, અમદાવાદમાં રહેતી 15 વર્ષની દીકરી 3 વર્ષ પહેલા ગુમ (Kidnapping Case in Ahmedabad) થઈ હતી. તેને શોધવા માતાપિતાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. ત્રણ વર્ષ પછી અચાનક માતા પિતાના ઘર બહાર દીકરીએ લગ્ન કરી લીધા હતા. દીકરીના લગ્નના સમાચાર જાણીને માતા પિતાની હાઈકોર્ટમાંથી હેબિયર્સ કોપર્સ પાછી ખેંચવા માંગ કરી હતી.

આ પણ વાંચોઃ Sunni Waqf Board Claims On Bet Dwarka: વક્ફ બોર્ડે આવો દાવો કર્યો જ નથી, સામે આવી પ્રતિક્રિયા

"ત્રણ વર્ષ સુધી સગીરાની કોઈ ભાળ નહિ"

કેસની વિગત જોઈએ તો વર્ષ 2019માં સગીરાનું અપહરણ થયેલા સમયે પિતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં (Bopal Police Station) સપ્ટેમ્બર 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પિતાએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસની (Habeas Corpus in Gujarat High Court) અરજી કરી હતી. સુનાવણી સમયે પિતાએ નિવેદન આપ્યું કે, આ કેસમાં ત્રણ વર્ષ સુધી સગીરાની કોઈ ભાળ મળી નથી. દીકરીએ ફોન કે અન્ય રીતે તેની સાથે કોઈ સંપર્ક કર્યો નથી. થોડા સમય પહેલાં લગ્નનું સર્ટિફિકેટ એક કવર તેમના ઘરે આવેલું હતું. આ તમામ બાબતને લઈને હવે આ કેસની આગામી સુનાવણી 8 માર્ચે હાથ ધરાશે.

આ પણ વાંચોઃ રામ રહીમને ખાલિસ્તાની આતંકવાદીઓની ધમકી, ફર્લો દરમિયાન મળી Z પ્લસ સુરક્ષા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.