ETV Bharat / state

ચાલું કરો વિકાસઃ ગુજરાત સરકાર દ્વારા મહાનગર અને નગરપાલિકાઓને આપવામાં આવી અધધ...ગ્રાન્ટ

author img

By

Published : Apr 28, 2022, 3:05 PM IST

કરો વિકાસઃ ગુજરાત સરકાર દ્વારા મહાનગર અને નગરપાલિકાઓને 1,184 કરોડની ગ્રાન્ટની ફાળવણી
કરો વિકાસઃ ગુજરાત સરકાર દ્વારા મહાનગર અને નગરપાલિકાઓને 1,184 કરોડની ગ્રાન્ટની ફાળવણી

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ (Department of Housing)ગુજરાત સરકાર દ્વારા મુખ્યપ્રધાના હસ્તે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસના કાર્યો માટે ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 1,184 કરોડના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

અમદાવાદઃ શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ (Department of Housing)ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel)હસ્તે મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસના કાર્યો માટે 1,184 કરોડના ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરી નિર્માણ અને ગૃહખાતાના પ્રધાન વિનોદ મોરડીયા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Gujarat budget 2022: રાજ્ય સરકારે વકફ બોર્ડને 2 વર્ષથી ગ્રાન્ટની ફાળવણી નથી કરી

કઈ મહાનગરપાલિકાને કેટલી ગ્રાન્ટ મળી - કુલ 1,184 કરોડના ચેક વિતરણ સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાના (Ahmedabad Municipal Corporation)354.85 કરોડ, સુરત મહાનગરપાલિકાને(Surat Municipal Corporation) 289.66 કરોડ, વડોદરા મહાનગર પાલિકાને 108.61 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને 86.90, ભાવનગર મહાનગરપાલિકાને 40.11 કરોડ, જામનગર મહાનગરપાલિકાને 38.01 કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને 19.92 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને 20.44 કરોડ અપાયા છે. આમ 08 મહાનગરપાલિકાઓને કુલ 958.50 કરોડ ફાળવાયા છે.

નગરપાલિકાને કેટલી રકમ મળી - 'અ' વર્ગની 22 નગરપાલિકાઓને 2.50 કરોડ લેખે 55 કરોડ, 'બ' વર્ગની 30 નગરપાલિકાઓને 1.50 કરોડ લેખે 45 કરોડ, 'ક' વર્ગની 60 નગરપાલિકાઓને 1.125 કરોડ લેખે 67.50 કરોડ અને 'ડ' વર્ગની 44 નગરપાલિકાઓને 0.50 કરોડ લેખે 22 કરોડની ફાળવણી કરાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : પીએમ મોદીની પ્રાથમિક શાળાની સાચવણી માટે પ્રેરણા કેન્દ્રને બજેટમાં 2 કરોડની ફાળવણી

મુખ્યપ્રધાનના હસ્તે ચેક વિતરણ - આઠ મહાનગરપાલિકાઓ ઉપરાંત ધોળકા નગરપાલિકા, નડિયાદ નગરપાલિકા, બાયડ નગરપાલિકા, વિસનગર નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા, વલસાડ નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, કાલાવડ નગરપાલિકા, તલાલા નગરપાલિકા, ગારીયાધાર નગરપાલિકા, કરજણ નગરપાલિકા અને હાલોલ નગરપાલિકાને મુખ્યપ્રધાનના હસ્તે ચેક વિતરણ કરાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.